Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કાલે નવનિર્મિત રાજપૂત સમાજ ભવન-ગાંધીગ્રામનો ભવ્ય અર્પણ સમારોહ

વન તથા પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઠાકોર સાહેબ ઓફ રાજકોટ માંધાતાસિંહજી જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા રાજકોટ-લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ૧૭૮ દાતાઓનું સન્માન તથા રાજકોટના ક્ષત્રિય સમાજના કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવશે

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત લઈ નવનિર્મિત રાજપૂત સમાજ ભવનની વિગતો આપી હતી તે પ્રસંગની તસ્વીરમાં ગાંધીગ્રામ ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રવીણસિંહ ઝાલા, અકિલાના સિનીયર ક્રાઈમ રીપોર્ટર રાજભા ઝાલા, રામદેવસિંહ જાડેજા, ઈન્દુભા જાડેજા, ડો. અશોકસિંહ જાડેજા, મહીપતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ વાળા તથા મહાવીરસિંહ જાડેજા નજરે પડે છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ :. શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગાંધીગ્રામ આશાપુરા મંદિર ખાતે નવનિર્મિત રાજપૂત સમાજ ભવનનો ભવ્ય અર્પણ સમારોહ આવતીકાલે બપોરે ૩.૩૦ કલાકે રાજ્યના વન તથા પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

ગાંધીગ્રામ ૮૦ ફુટનો રોડ (લાખના બંગલાવાળા રોડ), એરપોર્ટની દિવાલ પાસે આશાપુરા રોડ, આશાપુરા મંદિર ખાતે યોજાનાર આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજ્યના પૂર્વ મંત્રી તથા જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ઠાકોર સાહેબ ઓફ રાજકોટ માંધાતાસિંહજી જાડેજા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મુખ્ય દાતા શ્રી પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા તથા રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર ભાજપના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, અગ્રણી દાતાઓ સર્વશ્રી હરિશ્ચંદ્રસિંહ (હસુભા) જાડેજા-ઘંટેશ્વર, વિજયસિંહ જાડેજા-પડાણા, કે.બી. ચુડાસમા-ડીવાયએસપી-એસીબી-અમદાવાદ(દેવચડી), અજીતસિંહ જાડેજા-ભુણાવા, કિશોરસિંહ જાડેજા-પીપર, સહદેવસિંહ ઝાલા-ઉદ્યોગપતિ, પરાક્રમસિંહ જાડેજા-ઉદ્યોગપતિ, યુવરાજસિંહ સરવૈયા-પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, ઝાલાવડ રાજપૂત સમાજના પ્રમુખ ડો. રૂદ્રદત્તસિંહ રાણા, ગોહીલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, જૂનાગઢ રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહજી જાડેજા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુભા કે. ઝાલા તથા દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજના પ્રમુખ મહીપતસિંહજી વાઢેર ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના ક્ષત્રિય સમાજના કોર્પોરેટરો શ્રીમતિ દુર્ગાબા જયદીપસિંહ જાડેજા-વોર્ડ નં. ૧, શ્રીમતિ મીનાબા અજયસિંહ જાડેજા-વોર્ડ નં. ૨, નરેન્દ્રસિંહ (ટીકુભા) પૃથ્વીરાજસિંહ જાડેજા-વોર્ડ નં. ૩, નરેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા-વોર્ડ નં. ૧૦, સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા-વોર્ડ નં. ૧૩, શ્રીમતિ કિર્તીબા અનિરૂદ્ધસિંહ રાણા-વોર્ડ નં. ૧૭ તથા સંજયસિંહ ગુલાબસિંહ રાણા-વોર્ડ નં. ૧૮નું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ આ પ્રસંગે ગાંધીગ્રામ નવનિર્મિત ગાંધીગ્રામ રાજપૂત સમાજ ભવનમાં આર્થિક સહયોગ આપનાર ૧૭૮ દાતાઓનું ઉપસ્થિત મહેમાનોને હસ્તે સન્માન કરવામાં આવશે.

૭૫ લાખના ખર્ચે નવનિર્મિત આ રાજપૂત સમાજ ભવનમાં બે મુખ્ય હોલ સહિત ૮ રૂમની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ જ્ઞાતિઓ માટે આ સમાજ ભવનની સેવા ઉપલબ્ધ છે. ખાસ કરીને દરેક સમાજને માઠા પ્રસંગે આ સમાજ ભવનમાં વિનામૂલ્યે સેવા અપાય છે. તેમજ રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓ પણ થાય છે. મહિલાઓ માટે તલવાર રાસની તાલીમ તથા ક્ષત્રિય સમાજના યુવકો માટે સાફા બાંધવાની તાલીમ શિબિરો પણ યોજાય છે.  

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઈન્દુભા જાડેજા (પડાણા), રાજેન્દ્રસિંહ ઝાલા-એડવોકેટ અને પત્રકાર (ગુંદાળા-બલાળા), મહાવીરસિંહ જાડેજા (મોટામૌવા), પ્રવીણસિંહ ઝાલા (નેકનામ), દેવેન્દ્રસિંહ ઝાલા (ઈંગોરાળા), નરેન્દ્રસિંહ જાડેજા (સણોસરા-તાળી), યુવરાજસિંહ ચુડાસમા (અણીયારી), જયદીપસિંહ જાડેજા (સાંધણ-કચ્છ), રાજેન્દ્રસિંહ જાડેજા (ખાખડાબેલા), શકિતસિંહ જાડેજા (બાયડ-કચ્છ), મહીપતસિંહ જાડેજા (સણોસરા), પૃથ્વીરાજસિંહ વાળા (વાલાસણ), રામદેવસિંહ જાડેજા (ખાખડાબેલા), જુવાનસિંહ ઝાલા (ખાંભડા), ધર્મેન્દ્રસિંહ જાડેજા (પીપરડી), ભગવતસિંહ જાડેજા (ખાખડાબેલા), અરવિંદસિંહ સરવૈયા (પસવી), જયરાજસિંહ જાડેજા (હડમતીયા જ.), ડો. અશોકસિંહ જાડેજા (પીપર), મહાવીરસિંહ જાડેજા (ગુંગણ), ભગીરથસિંહ જાડેજા (કોટડાનાયાણી), ધર્મેન્દ્રસિંહ ઝાલા (કટુડા), શકિતસિંહ ઝાલા (રાસકા), પ્રહલાદસિંહ જાડેજા (ભાંખ), ઈતિરાજસિંહ જાડેજા (ચાંદલી) જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧, ૨ તથા ૩ના વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના પરિવારોને ઉમટી પડવા શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના હોદેદારોએ અપીલ કરી છે.

સમારોહ સ્થળ

શ્રી આશાપુરા મંદિર, આશાપુરા રોડ, એરપોર્ટ દિવાલ પાસે ગાંધીગ્રામ-રાજકોટ

(3:10 pm IST)