Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ભૂપેન્દ્રભાઇને આવકારવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારી : બેઠક મળી

૩૧મીએ સુશાસન દિવસ પર્વનું સમાપનઃ એરપોર્ટથી ડી.એચ.કોલેજ સુધી રોડ શો : વિવિધ લોકાર્પણ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા તા.રપ ડીસેમ્બર, ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રઘ્ધૈય અટલબીહારી બાજપાઈજી જન્મજયંતી અંતર્ગત ભસુશાસન દિવસભ નિમિતે જીલ્લા– મહાનગર અને મંડલ સ્તરે સરકારના વિવિધ વિભાગો અંતર્ગત અલગ–અલગ લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે સુશાસન દિવસ પર્વ  ઉજવણી સમાપન અંતર્ગત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં  ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સવારે ૧૦ કલાકે  રાજય કક્ષાના સુશાસન દિવસ પર્વનું સમાપન થશે. વિવિધ લોકાપર્ણ અને ખાતમુર્હુતના કાર્યક્રમો યોજાશે આ અંતર્ગત મહાનગરના પ્રભારી મંત્રી અને રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં શહેરની રાણીંગા વાડી ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, રાજય કક્ષાના મંત્રી અરવીંદ રૈયાણી, પ્રદેેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ કરેલ હતી. આ તકે રાજકોટ શહેર સંગઠન પ્રભારી ઝવેરીભાઈ ઠકરારએ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવકારવા અને સત્કારવા શહેર ભાજપમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. તા.૩૧ના સવારે ૧૦ કલાકે શહેેરના એરપોર્ટ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધારશે ત્યારબાદ કીસાનપરા ચોક, રેસકોર્ષ, યાજ્ઞીક રોડ થઈ ધર્મેન્દ્ર કોલેજ સુધી મુખ્યમંત્રીશ્રીનું ઠેર–ઠેર સ્વાગત અને રોડ–શો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને આવકારશે. આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ  જોટાંગીયા, રાજ ધામલીયા સહીતનાએ સંભાળી હતી. 

(3:42 pm IST)