Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કરોડોની ખંડણી માંગવાના ગુનામાં વકીલ સહિત ચારની જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ૨૪ : શહેરના કાલાવડ રોડ પર આવેલા ધાર્મિક સંપ્રદાયના સેવક સાથે સંબંધ બાંધી વીડિયો કિલપ ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ચાર કરોડની ખંડણી માંગવાના ગુનામાં વકીલ સહિત ચાર શખ્સોની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે.

વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા ધાર્મિક સંપ્રદાયના સેવક સાથે સમલિંગી સંબંધ બાંધી વીડિયો કિલપ ઉતારી તે વીડિયો કિલપ વાયરલ કરવાની ધમકી આપી  ચાર કરોડની ખંડણી વસૂલવા ના પ્રયાસ કર્યાની ચીમન ઉર્ફે મુન્નો પાલજી ગોહિલ, મનોજ ઉર્ફે અભય વિનોદ રાઠોડ, ભીજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ અને સિહોરના એડવોકેટ કિશોરભાઈ ભોળાભાઇ ગોહિલ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કાવતરા, માર માર્યાની, ધમકી અને બળજબરીથી ચાર કરોડ વસૂલવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્ટાફે તમામ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કરાયા હતા.

હાલ જેલમાં રહેલા  ચારેય શખ્સોએ જામીન પર છુટવા અદાલતમાં જામીન અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક  દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ  ધ્યાને લઇ અધિક સેશન્સ જજે વકીલ સહિત તમામ શખ્સોને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે.

બચાવ પક્ષે એડવોકેટ તરીકે અનિલભાઈ દેસાઈ, મનીષભાઈ ખખર,અલય ખખર, ચીમનભાઈ સાકરીયા, એલ.જે  રાઠોડ, હસમુખભાઈ ડાભી, સુરેશભાઈ પંડ્યા અને ધનરાજસિંહ રાઠોડ રોકાયા હતા.(

(3:44 pm IST)