Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઇન્કમટેક્ષને લગતા વિવિધ પ્રશ્નો અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા ગુરૂવારે ઓપન હાઉસ

રાજકોટ તા. ૨૪ : ઇન્કમટેક્ષની નવી દાખલ કરાયેલ કાર્યવાહીથી સર્જાતી મુશ્કેલીઓ નિવારવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશનર, ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ રાજકોટ બ્રાન્ચ અને ટેક્ષ કન્સલ્ટન્ટ સોસાયટીને સાથે રાખીને તા. ૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬.૩૦ સી.એ. ઓડીટોરીયમ, ગીરીરાજનગર મેઇન રોડ, રૈયા રોડ, રૈયા સર્કલ પાસે ઓપન હાઉસનું આયોજન કરાયુ છે.

જેમાં ફેસલ એસેસમેન્ટ, ઇન્કમટેક્ષ રીટર્ન ઓનલાઇન ફાઇલીંગ, રીફંડ, ટી.ડી.એસ. બાબતોમાં પડતી મુશ્કેલીઓ અંગે મુખ્ય મહેમાન રવિન્દ્રકુમાર પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ અને અતિથિ વિશેષ બનવારીલાલ મીણા ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી ઉકેલ અંગે માર્ગદર્શન અપાશે.

આ સેમીનારમાં ભાગ લેવા કે પ્રશ્નો રજુ કરવા નિઃશુલ્ક નોંધણી મો.૯૯૨૪૨ ૦૦૮૮૮ ઉપર કરાવી લેવા રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી, માનદમંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે. 

(3:45 pm IST)