Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

આવતીકાલે રકતદાન કેમ્‍પ

પૂ.સાધનાબાઇ મહાસતીજીની ૫૫મી અને પૂ.હિનાબાઇની ૨૫મી દિક્ષા જયંતિ નિમિતે : સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજન

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર સેવાગૃપના સહયોગથી પ.પુજય સાધનાબાઇ મહાસતીજીની ૫૫મી તથા પ.પુ.હિનાબાઇની ૨૫મી દિક્ષા જયંતી નિમિતે, તેમના માં.સ્‍વામી સેવાગ્રુપ રાજકોટ દ્વારા, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ.પુ.અંનત ઉપકારી નુલન જયવિજય, કાંન્‍તની ગુરુણીની સયંસાધના અમર રહે તેવા શુભભાવ સાથે તા.૨૬ ગુરુવાર, સવારે ૧૦થી બપોરે ૨ વાગ્‍યા સુધી, રાજપથ એપાર્ટમેન્‍ટ, (પંચવટી મેઇનરોડ, શ્રીનાથજી ટાવરની બાજુંમાં) ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં માં સ્‍વામી સેવાગ્રુપ રાજકોટ, શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી(૯૪૨૮૨ ૦૦૬૬૦), સિવિલ બ્‍લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે

(3:45 pm IST)