Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

આરટીઓ કચેરી, પોલીસ હેડક્‍વાર્ટર અને સીપી કચેરીએ ટ્રાફિક ડ્રાઇવઃ વાહનો થયા ડિટેઇન

કટારીયા ચોકડીએ કાળાકાચ, નંબર પ્‍લેટના ૧૨૫ એનસી કેસઃ આરટીઓ ખાતે ૮૫ કેસ, પોલીસના દસ બાઇક, નવ કાર ડિટેઇનઃ ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની ટીમો સાથે મળી કાર્યવાહી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કટારીયા ચોકડી ખાતે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીએ ટીમો સાથે મળી વાહન ચેકીંગ કરી ૧૨૫ એનસી કેસ કર્યા હતાં અને રૂા. ૬૪૩૦૦નો દંડ વસુલ કર્યો હતો. તેમજ પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્‍યા હતાં. જેમાં કાળા કાચ અને નંબર પ્‍લેટ વગરના વાહનો ટારગેટ કરાયા હતાં. આ ઉપરાંત આરટીઓ કચેરી ખાતે પીએસઆઇ માલમે ૮૫ કેસ કરી ૪૨૫૦૦નો દંડ વસુલ કર્યો હતો. જ્‍યારે પીઆઇ એમ. બી. નકુમે પોલીસ હેડક્‍વાર્ટર અને પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યવહી કરી દસ બાઇક અને નવ કાર ડિટેઇન કરી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ થઇ રહ્યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(3:31 pm IST)