Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

બજેટ સર્વાગી વિકાસ લાવનારૂઃ કોઇ નવા કરવેરા નહિઃ સરાહનીય પગલું: રાજકોટ ચેમ્‍બર

ઉદ્યોગલક્ષી-ગ્રામ્‍યલક્ષ્મી-ખેડુત લક્ષી આરોગ્‍યલક્ષી-શિક્ષણલક્ષી અભિગમ

રાજકોટ, તા. ર૪ : ગુજરાત રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું આશરે ૩.૧ હજાર કરોડનું બીજુ બજેટ રજુ કરવામાં આવેલ. જેમાં ગતા વર્ષ કરતા ૨૪ ટકા  નો વધારો કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના વિકાસને વધુ વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા રજુ કરાયેલ બજેટને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી રાજયના સર્વાગી વિકાસ માની આવકારે છે.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ ગુજરાત રાજયના આ બજેટને આવકારતા જણાવેલ કે ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પુણતાની સાથે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી પ ટ્રીલીયન ડોલર ઈકોનોમી વિઝનને સાર્થક કરવામાં આગળ વધી રહયું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જીન હોય દેશના જીડીપીમાં ગુજરાતનો ૮ ટકા જેટલો ફાળો રહયો છે. ત્‍યારે ગુજરાત રાજયએ આ વિકાસલક્ષી બજેટ આપીને તેમાં સુર પુરાવેલ છે. આ બજેટમાં સરકારે કોઈપણ નવા કરવેરા ન નાખવાની જાહેરાત કરી છે તે સરાહનીય પગલું કહી શકાય. આમ આ બજેટમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા, શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, શહેરી અને ગુહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, માર્ગ અને મકાન, પાણી પુરવાઠા-જળ સંપતિ, મહેસુલ વિભાગ, કાયદા અને ગળહ વિભાગ, ધાર્મિક / હેરિટેજ એડવેન્‍ચર અને ઈકો ટુરીઝમ હેઠળ આવતા પ્રવાસન સ્‍થળો વિગેરેમાં સરકારે કરોડોની જોગવાઈ કરેલ છે. સાથો સાથ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આશરે ૫૮૯ કરોડ ફાળવવાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂ એવું બુસ્‍ટ મળશે. તેમજ ૪ નવી મેડિકલ કોલેજ, સિરામીક પાર્ક, બલ્‍ક જ ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈ પાર્ક બનાવવાની જાહેરાત કરી આ બજેટ રાજયના સર્વાગી વિકાસ માટે ઉદ્યોગલક્ષી, ગ્રામ્‍યલક્ષી, ખેડુતલક્ષી, અને ખાસ કરીને શિક્ષણલક્ષી અને આરોગ્‍યલક્ષી કહી શકાય. આ બજેટથી સાર્વત્રીક સ્‍તરે વિકાસ થશે અને દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની રહેશે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.(

(4:47 pm IST)