Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ફાયનાન્‍સ કંપનીની લેણી રકમ નહિં ચુકવતા દેણદારને સિવિલ જેલમાં મોકલી આપતી કોર્ટ

રાજકોટ તા. રપઃ ચોલા મંડલમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કાું. લી.ની લેણી રકમની ન ભરતાં, દેણદાર ભરતભાઇ ગોરધનભાઇ મેરની ધરપકડ કરીને સીવીલ જેલમાં મોકલી આપ્‍યો હતો.

અરજદાર કંપની ચોલા મંડલમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ફાયનાન્‍સ કાું. લી.એ હુકમનામાના દેણદાર ભરતભાઇ ગોરધનભાઇ મેર રહે. જી.ઇ.બી. ઓફીસ પાસે, સરધાર, તા.જી. રાજકોટ વાળાને વાહન લેવા માટે લોન આપેલ. જે સંબંધે આરબીટ્રેશન એવોર્ડ પાસ થતા દેણદાર પાસે અરજદાર કંપનીના દરખાસ્‍ત દાખલ કર્યાની તારીખે કુલ રૂા. ૧૧,પ૧,૩૧૩/- વસુલ મેળવવા કંપનીએ રાજકોટના એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટમાં દિવાની રદખાસ્‍ત દાખલ કરેલ હતી.

અરજદાર કંપનીના હુકમનામા મુજબની લેણી રકમ દેણદારે ભરવાની દરકાર કરેલ નહીં. રકમ ન ભરાતા હુકમનામાના દેણદારને તથા તેમના ગેરંટરને જેલમાં બેસાડવા સંબંધી અરજદાર કંપનીએ અરજી આપતા કોર્ટે તે સંબંધે દેણદારને તથા ગેરંટરને તેઓને જેલમાં શા માટે ન બેસાડવા તે સંબંધે શોકોઝ નોટીસ પણ ઇશ્‍યુ કરેલ. જે નોટીસ પણ બેઉને બજી ગયેલ. તેમ છતાં કોર્ટની નોટીસની અવગણના કરી દેણદાર કોર્ટમાં હાજર થયેલ નહીં કે કોર્ટ સમક્ષ કોઇ રજુઆત પણ કરેલ નહીં.

આથી રાજકોટના એડી. ડીસ્‍ટ્રીકટ જજ શ્રી બી. બી. જાદવે દેણદારને અરજદારની લેણી રકમ વસુલાત ન આપેલ હોય તેઓને સીવીલ જેલમાં બેસાડવાનો હુકમ કરેલ. જે અન્‍વયે હુકમનામાના દેણદાર દેવશીભાઇ સોમાભાઇ કુકડીયાની અટકાયત કરી રાજકોટની સીવીલ જેલમાં પુરી દીધેલ છે.

અરજદાર કંપની વતી રાજકોટ કે. પારેખ એડવોકેટ રોકાયેલ છે.

(2:40 pm IST)