Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

૬ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા હુકમ

રાજકોટઃ બાલાજી ગાર્મેનટસ સી/ઓ અન્‍ગ્રેઝથી વખળાતી ગાર્મેન્‍ટસની દુકાન વિરૂધ્‍ધ રૂ.૬,૦૦,૦૦૦નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા  કોર્ટ દ્વારા ફરિયાદ રજીસ્‍ટરે લઇ આરોપી ગૌરવ વી.ઝાલા તથા વિનોદભાઇ ઝાલાને કોર્ટ રૂબરૂ હાજર રહેવા કોર્ટ દ્વારા હુકમ ફરમાવવામાં આવ્‍યો છે.

આ ફરિયાદની ટૂંકમાં વિતગ એવી છે કે, રાજકોટમાં બાલાજી ગાર્મેનટસ સી/ઓ અન્‍ગ્રેઝ, કિલોલ કોમ્‍પલેક્ષ, શોપ નં.૪,   પટેલ ભેળની બાજુમાં, અમીન માર્ગ, રાજકોટ પર આવેલ દુકાનના ભાગીદારો ગૌરવ વી.ઝાલા તથા વિનોદભાઇ ઝાલાએ ફરિયાદી પેઢી ક્રિયા એન્‍ટરપ્રાઇઝમાંથી ગાર્મેનટસની ખરીદી કરેલ. જે ખરીદી પેટેના આંશિક ચુકવણી સામે આરોપી ગૌરવ વી.ઝાલા તથા વિનોદભાઇ ઝાલાએ ફરિયાદી પેઢી ક્રિષા એન્‍ટરપ્રાઇઝના નામનો રૂ.૬,૦૦,૦૦૦નો ચેક આપેલ હતો જે ચેક ફરિયાદી પેઢીએ પોતાની બેંકમાં વટાવવા નાખેલ જે ચેક ચુકવણા વગર પરત ફરેલ હતો. ત્‍યારબાદ ફરિયાદી પેઢીએ કાયદેસર ડીમાન્‍ડ નોટીસ પાઠવવા છતા નોટીસમાં જણાવ્‍યા સમય મર્યાદામાં આરોપી ગૌરવ.વી.ઝાલા તથા વિનોદભાઇ ઝાલાએ ફરિયાદી પેઢીને ચેક મુજબની રકમ ન ચુકવતા, ફરિયાદી પેઢીએ રાજકોટના એડી.ચીફ જયુ.મેજી. સાહેબની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮, ૧૪૨ હેઠળ ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ કોર્ટે રજીસ્‍ટરે લઇ આરોપી બાલાજી ગાર્મેન્‍ટસ સી/ઓ અંગ્રેજીના ભાગીદારો ગૌરવ વી.ઝાલા તથા વિનોદભાઇ ઝાલાને કોર્ટ રૂબરૂ હજાર રહેવા નોટીસ ઇસ્‍યુ કરેલ છે.

આ કામમાંફરિયાદી વતી રાજકોટના યુવાન ધારાશાસ્‍ત્રી મલ્‍હાર કમલેશભાઇ સોનપાલ રોકાયેલ છે.

(2:44 pm IST)