Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી રોડ ઉપરના એટ્રોસીટી-મારામારીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. રપઃ અત્રે મોરબી રોડ પર થયેલ એટ્રોસીટી તથા મારા મારીના ગુનામાં આરોપી અલ્‍બાઝ ઉર્ફે રહીશ મહમદભાઇ ભાડુલાને જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદીની ટુંકમાં વિગત જોવામાં આવે તો ઉપરોકત આરોપી અલબાઝ ઉર્ફે રઇઝ તથા તેની સાથેના અન્‍ય આરોપી ત્રણેય મોટર સાઇકલ લઇ ફરીયાદી દિપકભાઇ ચુડાસમાના ઘર પાસે જઇ આડેધડ માર મારવા લાગેલ અને જે કામે જુના ઝઘડાનો ખાર રાખી ઉપરોકત આરોપી અલબાઝ ઉર્ફે રઇઝ તથા મોહીત અને ભાવેશભાઇએ ફરીયાદી દિપકભાઇને હથીયાર વડે માર મારેલ જે અંગેની ફરીયાદ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ જેમાં આરોપી અલબાઝ ઉર્ફે રઇઝની અટક કરેલ.

ઉપરોકત કામમાં આરોપી અલબાઝ ઉર્ફે રઇઝ એ જામીન પર છુટવા તેના વકીલશ્રી મારફત કોર્ટમાં અરજી કરેલ જે અરજીમાં દલીલ કરતા વકીલશ્રીએ જણાવેલ કે આરોપી ઉપર આ કામના મુળ ફરીયાદી દ્વારા અગાઉના માથાકુટનો ખાર રાખી ઉપરોકત આરોપી અલ્‍બાઝ તથા અન્‍ય તેની સાથેના બે આરોપીઓ ફરીયાદીના ઘર પાસેથી નકળ્‍યા ત્‍યારે ફરીયાદી દ્વારા આ કામના આરોપી અલ્‍બાઝ તથા તેની સાથેના અન્‍ય ર આરોપીઓ ઉપર હુમલો કરેલ જેની સામ સામે ક્રોસ ફરીયાદ થયેલ છે તેમજ આરોપીને વધુ સમય જેલમાં રાખવામાં આવે તો ભારતીય બંધારણ અનુચ્‍છેદ ર૧નો ઉલ્લંઘન ગણાય અને આરોપીને પ્રી-ટ્રાયલ પનીશમેન્‍ટનો ભોગ બનવું પડે તેવી દલીલ કરેલ તેમજ નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરેલ જે દલીલ અને ચુકાદાઓ ધ્‍યાને લઇ અદાલતે આરોપી અલબાઝ ઉર્ફે રઇઝ મહમદભાઇ ભાડુલાને જામીન પર મુકત કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ તથા યુવા ધારાશાષાી અશ્‍વિનભાઇ ગોસાઇ, ચિત્રાંક એસ. વ્‍યાસ, નેહા વ્‍યાસ, રવિ મુલીયા, કશ્‍યપ ઠાકર, બીનાબેન પટેલ, ભાવીનભાઇ રૂઘાણી, ઉર્વીશાબેન યાદવ, સાગર વાટલીયા, સચીન ગોસ્‍વામી, રાજુભાઇ ગોસ્‍વામી વિગેરે રોકાયેલા હતા.

(2:53 pm IST)