Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

બીઆરટીએસ બસની ઠોકરે ચડી જતાં સાગરને ગંભીર ઇજા

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ નજીક રાતે બનાવ

રાજકોટ તા. ૨૫: દોઢસો ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે સહયોગ બિલ્‍ડીંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં સાગર ભરતભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૧૫)ને રાતે દસેક વાગ્‍યે ઘર નજીક બીઆરટીએસ બસ સ્‍ટોપ પાસે હતો ત્‍યારે બીઆરટીએસ બસની ઠોકરે ચડી જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તેના પિતા બિલ્‍ડીંગમાં ચોકીદારી કરે છે. સાગર રાતે આટો મારવા નીકળ્‍યો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(2:54 pm IST)