Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વિકાસની પરિકલ્‍પનાને સાકારકરનારૂ બજેટઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. રપઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહીતના ભાજપ અગ્રણીઓએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી રાજયની ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજુ થયેલ રાહતલક્ષી બજેટને આવકારતા જણાવ્‍યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્ર સરકાર દ્વારા દેશનો સર્વાંગિ વિકાસ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.

રાજય સરકારના આ બજેટમાં લોકોને સ્‍પર્શતી વિવિધ સમસ્‍યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ત્‍યારે ખાસ કરી આ બજેટ પ્રગતિશીલ ગુજરાતનું આ બજેટ ગુજરાતને સર્વાંગિ વિકાસ અને આત્‍મનિર્ભર ગુજરાત તરફ આગેકદમ કરનારૂ નીવડશે.

ગુજરાતના વેગવંતા વિકાસની ભાજપ સરકારની પરિકલ્‍પના પાંચ મુખ્‍ય આધારસ્‍તંભ જેમાં સર્વક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ તેમજ, સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પાયાની સુવિધા સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્‍ધ કરાવવી વગેરે બાબતો સાકાર કરવા પ્રયાસ થયો હોવાનું કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે જણાવેલ છે.

(2:59 pm IST)