Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે ક્રિકેટ ટુર્નામેન્‍ટ

૨૦ ટીમો વચ્‍ચે ટકકર : આજે રાત્રે ડ્રો : સારો દેખાવ કરનારને ઇનામો અને ચેમ્‍પીયન - રનર્સઅપને ટ્રોફી

રાજકોટ તા. ૨૫ : લોહાણા મહાજન પ્રેરિત લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા કાલે તા. ૨૬ ના સવારે ૭ વાગ્‍યાથી ગારડી કોલેજ કેમ્‍પસ, આણંદપર છાપરા-કાલાવડ રોડ ખાતે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયુ છે.

પી. પ્રભુદાસ એન્‍ડ કુા., જીમ્‍મીભાઇ દક્ષિણી પરિવારના સહયોગથી આયોજીત આ ટુર્નામેન્‍ટમાં ૨૦ ટીમો વચ્‍ચે ટકકર જામશે. જેમાથી સુપર એઇટ ક્રિકેટ ટીમ તારવવામાં આવશે. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ આ ટુર્ના.નો સવારે ૭ વાગ્‍યાથી એક સાથે બે મેદાનોમાં કરાશે. એ પહેલા આજે શનિવારે રાત્રે ૮ વાગ્‍યે સંસ્‍થાના કાર્યાલયે વિવિધ ટીમો વચ્‍ચે ડ્રો કરાશે.

બાદમાં કાલથી ડ્રેસ કોડમાં ખેલ શરૂ થશે. સવારે ચા-નાસ્‍તો તેમજ બપોરે ભોજનની પણ વ્‍યવસ્‍થા કરાઇ છે. મેન ઓફ મેચ, બેસ્‍ટ બોલર, બેસ્‍ટ બેટસમેન, બેસ્‍ટ ફિલ્‍ડરને સ્‍પેશ્‍યલ ઇનામોથી નવાજાશે. વિજેતા ટીમને ચેમ્‍પીયન ટ્રોફી અને બીજી ટીમને રનર્સઅપ ટ્રોફી અપાશે. આ અભિવાદન સમારોહ બપોરે ૧૨ વાગ્‍યે યોજાશે. જયારે ઇનામ વિતરણ કાર્યક્રમ સાંજે પ.૩૦ વાગ્‍યે થશે.

સુપર એઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં રાજુભાઇ પોબારૂ, ચેતનભાઇ નંદાણી, કેતનભાઇ ઠકકર, ડો.નિશાંતભાઇ ચોટાઇ, ડી. વી. મહેતા, નીતીનભાઇ નથવાણી, મીનાબેન દક્ષિણી, જીમ્‍મીભાઇ દક્ષિણી, સુરેશભાઇ દક્ષિણી, કિરીટભાઇ દક્ષિણી, નરેશભાઇ ઠકકર, યોગેશભાઇ પુજારા, ડો. હિમાંશુભાઇ ઠકકર, ધવલભાઇ ખખ્‍ખર વગેરે ઉપસ્‍થિત રહી રઘુવંશી ખેલાડીઓનો ઉત્‍સાહ વધારશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા યુવક પ્રગતિ મંડળના યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪૫), ડો. નીતીન રાડીયા, હિતેશભાઇ પોપટ, અશોક હિન્‍ડોચા (મો.૯૪૨૬૨ ૫૪૯૯૯), પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્ના, મિત રાચ્‍છ, કૌશિક કારીયા, જીમ્‍મીભાઇ દક્ષિણી, મનસુખ કોટેચા, અલ્‍પેશ માનસતા, રાજેશ અઢીયા, ડો. અજય ઠકરાર, ભુપેન્‍દ્ર કોટક, પાર્થ જસાણી, સંજયભાઇ કકકડ, પ્રકાશ ઠકકર, ધ્રુવિલ જસાણી, વિનોદ બુધ્‍ધદેવ, દિનેશભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:13 pm IST)