Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભાલોડીયા વિમેન્‍સ કોલેજમાં સોમ-મંગળ ‘માર્કેટક્ષેત્ર ૨૦૨૩' ટ્રેડફેરનું આયોજન

યુનિવર્સલ બજાર, ફુડઝોન, સેલ્‍ફી પોઇન્‍ટ, મેનેજમેન્‍ટ કોમ્‍પીટીશન

રાજકોટઃ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે નામાંકિત સંસ્‍થા શ્રી જે.એચ.ભાલોડીયા વિમેન્‍સ કોલેજની વિદ્યાર્થીની બહેનો તથા પ્રિન્‍સિપાલ શ્રી ડો.એન.એમ.કાનાણી, ડો.રમેશ ડાંગર અને બી.ટી.બાબરીયા દ્વારા તા.૨૭ અને ૨૮ ફેબ્રુઆરી(સોમ-મંગળ) માર્કેટ ક્ષેત્ર ૨૦૨૩ ટ્રેડ-ફેરનું આયોજન કરવામાં આવેલ છે.

આ ટ્રેડ-ફેર અંતર્ગત યુનિવર્સલ બજાર, ફુડ ઝોન, ગેમ ઝોન, સેલ્‍ફી પોઇન્‍ટ, મ્‍યુઝિકલ પર્ફોમન્‍સ તથા વિવિધ મેનેજમેન્‍ટ કોમ્‍પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. સવારના ૯થી રાત્રીના ૮ સુધી શહેરની જાહેર જનતા આ ટ્રેડ ફેરની મુલાકાત લઇ શકશે. સ્‍થળઃ શ્રી જે.એચ.ભાલોડિયા વિમેન્‍સ કોલેજ કેમ્‍પસ કાલાવાડ રોડ, જલારામ પેટ્રોલ પંપની સામે, રાજકોટ(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:17 pm IST)