Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

રેલવેની રીઝર્વેશન ઓફીસ પાસે અજાણ્‍યા પ્રૌઢનું મોત

રાજકોટ તા. રપ : જંકશન મેઇન રોડ પર રેલવે જંકશનમાં રીઝર્વેશન ઓફીસની બહાર આશરે પ૦ વર્ષનો અજાણ્‍યો પ્રૌઢ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા પ્રૌઢનું  મોત નિપજયું હોવાનું જણાતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ.કે.એસ. ભગોરા સ્‍ટાફ સાથે પહોંચી તપાસ હાથી ધરી હતી. જો કોઇ આ પ્રૌઢના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:12 pm IST)