Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મનપામાં ૩ ને બઢતી-૧પ૩ કર્મીઓને પગાર વધારો

મદદનીશ ઇજનેર (મિકેનીકલ) ને નાયબ કાર્યપાલક તરીકે તથા બે સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટરોની ઇન્‍સ્‍પેકટર તરીકે બઢતી : સફાઇ કામદારોના ૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે ડી.પી.સી. દ્વારા મંજુરી : ડીપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટી દ્વારા સમીક્ષા કરી નિર્ણય લેવાયો

રાજકોટ,તા. રપઃ  મહાનગરપાલિકામાં  ડિપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)નું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્‍ચતર પગારધોરણ તથા સ્‍વૈચ્‍છિક નિવળત/અવસાન પામેલ સફાઇ કામદારોનાવારસદારોને મહાનગર પાલિકામાં  સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ.  મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્‍ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર કરવામાં આવેલ.

ડી.પી.સી.માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાં ખાલી પડેલ જગ્‍યા પર બઢતી તેમજ સેનેટરી સબ ઇન્‍સ્‍પેક્‍ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્‍?સ્‍પેક્‍ટર સંવર્ગમાંખાલી પડેલ ૨  જગ્‍યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવેલ. જે-જે કર્મચારીઓએ  મહાનગરપાલિકામાં ૧૦ વર્ષ,૨૦ વર્ષ અને ૩૦ વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-૩ ના કુલ-૬૦ કર્મચારીઓનો ઉચ્‍ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-૪ ના કુલ-૭૧ કર્મચારીઓના ઉચ્‍ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ.

સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ ૧૦ વર્ષ, ૨૦ વર્ષ અને ૩૦ વર્ષના ઉચ્‍ચતર પગારધોરણના કિસ્‍સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-૨૨ સફાઇ કામદારોના ઉચ્‍ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા જે સફાઇ કામદારો સ્‍વૈચ્‍છિક નિવળત થયેલ હોય તથા જે સફાઇ કામદારોનું દુઃખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટી દ્વારા સમીક્ષા કરતા કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી. દ્વારા મંજુરી આપવામાં આવેલ.

(4:35 pm IST)