Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ઉલ્‍ટી ગંગાઃ શહેર મધ્‍યે આવેલી વીમા કંપનીની સૌથી જૂની સુવર્ણજયંતિ મનાવતી ઓફિસ બંધ !?

ᅠરાજકોટ : જાહેરક્ષેત્રની સામાન્‍ય વીમા કંપનીની રાજકોટ મધ્‍યે આવેલી એકમાત્ર સુવર્ણ જયંતિ મનાવતી સીટી બ્રાન્‍ચની સેવા  આમ જનતા પાસેથી છીનવાઇ જવા જઇ રહ્યાનું કેટલાક વર્તુળો જણાવી રહ્યા છે.

રાજકોટ મધ્‍યે વોલ સીટીની અંદર પરાબજાર પાસે આવેલ એક માત્ર જાહેર ક્ષેત્રની નફો કરતી ન્‍યુ ઇન્‍ડિયા વીમા કંપનીની બ્રાંચ ઓફિસની સેવા આમ જનતા પાસેથી છીનવાવા જઇ રહ્યાનું જાણવા મળે છે.

મળેલ માહિતી મુજબ સામાન્‍ય વીમાની પ્રાઇવેટ વીમા કંપની ન્‍યુ ઇન્‍ડિયા ઇન્‍યોરન્‍સની રાજકોટ શાખાની સ્‍થાપના ૧૯૭૧માં થઇ હતી. જે સામાન્‍ય વિમાનું રાષ્‍ટ્રીય કરણ થતા ૧૯૭૩ થી પબ્‍લીક સેકટરની સરકારી વીમા કંપની તરીકે કાર્યરત છે. જે હાલમાંપોતાનો સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહી છે. જે રાજકોટની જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીની સૌથી જુની પાયાની બ્રાન્‍ચ છે. વળી જે રાજકોટ વોલ સીટીના ગ્રાહકોની વીમા કંપનીની પ્રિય ઓફીસ છે જે અવિરત નફો કરતી બ્રાન્‍ચ છે. લગભગ આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં પણ આશરે છ હજાર ગ્રાહકોને સંતોષકારક સેવા આપે છે. ૧૦૦ ટકા કલેમ સેટલમેન્‍ટ રેશીઓ છે. જેમાં આશરે ૧.પ૦ કરોડનું તો ગવર્નમેન્‍ટનું પ્રીમિયમ છે. જે પણ ડાયવર્ટ થાય તેવું વાતાવરણ છે. જો બ્રાન્‍ચ મર્જ થાય તો ઘણા એજન્‍ટો પણ પોતાની એજન્‍સી પ્રાઇવેટ કંપનીમાં ડાયવર્ટ કરવાનું વિચારી રહ્યા છે. જેથી ન્‍યુ ઇન્‍ડિયા કુ. ને પ્રિમિયમનું ભારે નુકશાન થશે તેવી પણ વાત ચર્ચાય છે.

પરંતુ ગમે તે કારણોસર આ બ્રાન્‍ચ બંધ કરી એલ.આઇ.સી. બિલ્‍ડીંગમાં આવેલ ડિવિઝનલ ઓફીસ ૧ માં મર્જ કરવાનો નિર્ણય લેવા જઇ રહેલ છે. આશરે પ્રિમિયમ ૬.૩૦ કરોડ છે. હાલમાં જાહેર ક્ષેત્રની લગભગ તમામ વીમા કંપનીની ઓફિસો જયારે નુકશાન કરે છે ત્‍યારે આ દૂધ આપતી ગાય જે અત્‍યારે આશરે એકાદ કરોડનો નફો કરવા જઇ રહી છે. તે હવે બંધ થવા જઇ રહી છે. જેનાથી બ્રાંચના ગાહકો અને એજન્‍ટોમાં અતિ કચવાટ, રોષ અને દહેશતનું વાતાવરણ બની રહ્યું છે. વળી ધંધાનું પણ ભારે નુકશાન જવાની દહેશત છે.

સરકારનું સુત્ર છે ‘‘ઘર આંગણે સેવાનું  SERVICES AT YOUR DOOR STEP'' પરંતુ અહીં કંઇક જુદું જ ચિત્ર જોવા મળે છે. શહેર મધ્‍યે આ એક જ બ્રાન્‍ચ છે. આ ધંધાદારી કંપની છે. વળી ઓછા સ્‍ટાફથી અને ઘણા જ કરકસરયુકત મેનેજમેન્‍ટ ખર્ચમાં પણ એજન્‍ટ અને ગ્રાહકોને પ્રાયવેટ કંપની કરતા પણ સારી અને સંતોષકારક સેવા આપવામાં આવે છે. ટોકન ભાડામાં કંપનીનો લીઝ એગ્રીમેન્‍ટ છે.

આમ બ્રાન્‍ચ બંધ કરવાના નિર્ણયથી કંપનીના ધંધાને પણ ભારે માત્રામાં અસર થશે. ગ્રાહકો પોતાની પોલીસી અન્‍ય કંપનીમાં ડાયવર્ટ કરશે. સ્‍ટાફમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. જે પરફોર્મન્‍સને અસર કરે તો નવાઇ નહિ.

કંપનીનું ટોપ મેનેજમેન્‍ટ અને સરકારશ્રી ન્‍યુ ઇન્‍ડિયાનો ધંધાનો લોસ અટકાવવા અને ગ્રાહકોના સંતોષ સુવિધા  માટે આ બાબતે પુનઃવિચારણ કરી બ્રાન્‍ચ ચાલુ રાખે તેવી ગ્રાહકો અને એજન્‍ટોની ઉગ્ર માંગણી જોવા મળી રહી છે. જે અંગેગાંધી ચીંધ્‍યા માર્ગે આગળ વધવા વિચારણા થઇ રહ્યાનું જાણવા મળી રહ્યું  છે.

(4:40 pm IST)