Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

‘પાણી' મર્યાદા તોડે તો વિનાશ થાય એમ વાણી મર્યાદા તોડે તો સર્વનાશ થાય કાનગડ

રાહુલ ગાંધીએ પોતાના રાજનૈતિક લાભ માટે સમગ્ર ઓ.બી.સી. સમાજનું અપમાન કર્યુહતું રાજકોટ પૂર્વના ધારાસભ્‍ય કાનગડનું રોષભેર નિવેદન

રાજકોટ તા. રપ : વિધાનસભા-૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્‍ય ઉદય કાનગડની યાદીમાં જણાવાયું છે કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટ દ્વારા માનહાનિ મામલે સજા ફટકારવામાં આવ્‍યા પછી કેરળના વાયનાડથી સાંસદ રહેલા રાહુલ ગાંધીને લોકસભાનું સભ્‍યપદ માટે અયોગ્‍ય ઠેરવવામાં આવ્‍યા છે. વર્ષ-ર૦૧૯ માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક નિવેદન આપ્‍યું હતું, જેમા ંતેમણે કહ્યું હતું કે ‘મોદી જ બધા ચોરોની અટક કેમ છે?' રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને ભાજપના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદીએ તેમની વિરૂધ્‍ધ કેસ દાખલ કર્યો હતો. જેમા સુરતની સેશન્‍સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે.

વધુમાં આ અંગે ઉદય કાનગડએ જણાવેલ કે જયારે વાણી, વિચાર અને વર્તનની મર્યાદાનું ઉલ્લઘંન થાય છે ત્‍યારે સર્વનાશ થાય છે. જેમ ‘પાણી' મર્યાદા તોડે તો વિનાશ થાય એમ ‘વાણી' મર્યાદા તોડે તો સર્વનાશ થાય. કોઇપણ વ્‍યકિત કાયદાથી ઉપર નથી હોતી અને કાયદો બધાની સમાનરૂપે રક્ષા કરે છે એમ અંતમાં ઉદય કાનગડએ જણાવેલ હતું.

(4:42 pm IST)