Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સ્વામિનારાયણ નગરમાં હાર્દિક ઉર્ફ કવિનો ટોળકી રચી પથ્થરમારોઃ ૧૩ વર્ષની રીયા અને માતાને ઇજા

ઘાયલ બાળાના પિતા વૃજેશભાઇ પટેલે કહ્નાં-બૂટલેગર વિરૂધ્ધ અગાઉ પોલીસે કાર્યવાહી કરી તેમાં અમારા પરિવારે અરજી કર્યાની શંકાઍ માથાકુટઃ કવિ સાથે તેની પત્નિ અને બીજી આઠેક મહિલાઅો હતીઃ પરિવારને મારી નાંખવાની ધમકી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫ઃ ગોકુલધામ સોસાયટી પાસે આવેલા સ્વામિનારાયણ નગર મેઇન રોડ પર જ્ઞાન સરિતા સ્કૂલ પાસે રહેતાં મુળ આણંદના સોજીત્રા ગામના અને વર્ષોથી અહિ સ્થાયી થયેલા પટેલ પરિવારના વૃજેશભાઇ ભુપેન્દ્રભાઇ પટેલના ઘરે ગત મોડી રાતે બૂટલેગરની છાપ ધરાવતાં હાર્દિક ઉર્ફ કવિ સોલંકીઍ પોતાની પત્નિ અને બીજી અજાણી મહિલાઅોની ટોળકી રચી દરવાજા ખખડાવતાં નહિ ખોલાતાં પથ્થમારો કરતાં વૃજેશભાઇ ઘરે ન હોઇ તેમના પત્નિ પ્રિયંકાબેન (ઉ.વ.૩૫) અને પુત્રી રીયા (ઉ.વ.૧૩)ને પથ્થર લાગી જતાં ઇજા થતાં રીયાને સારવાર માટે દાખલ કરવી પડી હતી.
રીયાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસ ચોકીના પરષોત્તમભાઇઍ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. રીયાને કવિ સોલંકી અને તેની સાથેના લોકોના પથ્થરમારામાં ઇજા થયાની નોîધ કરાવવામાં આવી હતી. દરમિયાન તેણીના પિતા વૃજેશભાઇ પટેલે જણાવ્યું હતું કે હું શાપરની ફેક્ટરીમાં નોકરી કરતો હોઇ ગત રાતે નાઇટ ડ્યુટીમાં હતો. આ વખતે મારા ત્રણ સંતાન અને પત્નિ ઘરે ઍકલા હતાં.
રાતે સાડા અગિયારેક વાગ્યે હાર્દિક, તેની પત્નિ અને બીજી આઠ દસ મહિલાઅો ટોળકી રચીને આવ્યા હતાં અને મારા ઘરનો દરવાજા ખખડાવ્યો હતો. મારા પત્નિઍ દરવાજા ન ખોલતાં હાર્દિક ઉર્ફ કવિ સહિતે પથ્થરમારો કર્યો હતો. જેમાં બારીમાંથી પથ્થરો આવી જતાં મારી દિકરી રીયા અને પત્નિને ઇજા થઇ હતી. હાદિર્ક ઉર્ફ કવિ વિરૂધ્ધ અગાઉ પોલીસે કાર્યવાહી કરી હોઇ તેના વિરૂધ્ધ જે તે વખતે થયેલી અરજીમાં અમારા પરિવારે ભાગ ભજવ્યો છે ઍવી શંકા રાખી તે રાથે માથાકુટ કરવા આવ્યો હતો.
તેણે મારા પત્નિને ઍવી ધમકી પણ આપી હતી કે સવારે તારી દિકરી સ્કૂલે નહિ જઇ શકે, તારા પતિને પણ અમે જાઇ લેશું. આ ઘટના પછી પોલીસને જાણ કરવામાં આવતાં હાર્દિક ઉર્ફ કવિ સહિતના ભાગી ગયા હતાં અને મારી દિકરીને ઇજા થઇ હોઇ તેને સારવાર માટે દાખલ કરવી પડી હતી. તેમ વધુમાં વૃજેશભાઇ પટેલે જણાવતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે હાર્દિક ઉર્ફ કવિને થોડા સમય પહેલા જ ઍસઍમસીની ટીમે દરોડો પાડી ક્વાર્ટરમાં દેશી દારૂનું મીની બાર ચલાવતાં પકડી લીધો હતો.

(5:14 pm IST)