Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આજી રિવરફ્રન્‍ટ કરતા પહેલા ત્‍યાંના લોકોને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા આપોઃ સાગઠિયા-બારસિયાની માંગણી

રાજકોટ તા. રપ :.. શહેરના વિકાસમાં છેલ્લા રર થી અટવાયેલા આજી રિવરફ્રન્‍ટની કામગીરીમાં અંતે પર્યાવરણ વિભાગ દ્વારા એન્‍વાયરમેન્‍ટ સર્ટીફીકેટ રાજકોટ મહાનગરપાલિકાને અપાયું છે ત્‍યારે આપણું  છે ત્‍યારે આપણું  રાજકોટ સુંદર બને અને રિવફ્રન્‍ટ મળે ખુબ આવકાર્ય છે પરંતુ ત્‍યાં જે જગ્‍યાએ રિવફ્રન્‍ટ બનશે ત્‍યાં આસપાસ રહેતા અને ધંધો રોજગાર કરતા ગરીબ લોકોનો શું ? તેની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કર્યા વિના જ વિકાસના નામે વિનાશ કરતા સત્તાધીશો કેમ નથી વિચાર કરતા ? તેવો પ્રશ્ન આમ આદમી પાર્ટીના વશરામભાઇ સાગઠીયા અને શિવલાલભાઇ બારસિયાએ તંત્ર સામે ઉઠાવ્‍યો છે.

અમદાવાદની જેમ રાજકોટમાં રિવરફ્રન્‍ટ બને રળીયામણું અને સુંદર બને તે ખુબ આવકાર્ય છે પણ વર્ષોથી આજી નદીના કાંઠે રહેતા લોકો કે તેનું રહેણાક અને ધંધા રોજગાર ત્‍યાં છે તેને પરેશાની થાય તે સ્‍વભાવિક છે ત્‍યારે આ દેશના નાગરીકોને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા આપ્‍યા વિના બેઘર કરવાનો અધિકાર કોઇનો નથી.

વધુમાં નદીમાં બીરાજતા ભગવાન રામનાથ મહાદેવ મંદિર પાસે મનહરપરા વિસ્‍તારમાં અંદાજીત રર૮ મકાનોનું દબાણ દુર કરી કમ્‍પાઉન્‍ડ વોલની કામગીરી તથા દૂધસાગર રોડ પર નદી ઉપર નવા હાઇ લેવલ બ્રિજની કામગીરી કરાઇ એ જ રીતે ભવિષ્‍યમાં આજુ બાજુના કાંઠા વાળા ભાગોમાં ગાર્ડન, રસ્‍તા, વોક-વે, ફુડ કોર્ટ, હોકર્સ ઝોન, એસટીપીની કામગીરી કરવામાં આવશે ત્‍યારે રર વર્ષે મંજૂર થયેલા રિવરફ્રન્‍ટ મુદ્‌્‌ે અહીં વર્ષોથી વસતા લોકો માટે વૈકિલ્‍પક વ્‍યવસ્‍થા કર્યા વિના જ કામગીરી આરંભવી તે અયોગ્‍ય છે. વિકાસ થાય તે આવકાર્ય પણ ગરીબ લોકોના રહેણાંક અને ધંધા-રોજગારના વિનાશના ભોગે નહિં તેમ અંતે આમ આદમી પાર્ર્ટીના વશરામભાઇ સાગઠીયા અને શિવલાલભાઇ બારસિયાએ ઉમેર્યુ હતું.

(4:15 pm IST)