Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગોંડલ રોડ સ્‍થિત સત્‍યયુગ શ્રી રામજી મંદિરે ચાલી રહેલ અખંડ ધૂનનો કાલે ૩રમાં વર્ષમાં પ્રવેશ

વિશેષ સંધ્‍યા આરતી-સમુહ ધૂન ભજનના કાર્યક્રમો : ભાવિકોને આમંત્રણ

રાજકોટ, તા. રપ :  સત્‍ય યુગાવતાર શ્રી આત્‍મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર ‘‘ઓમ ર્હ્રીં રામ જય રામ જય જય રામ''ની અખંડ ધૂન ગૌમાતા તથા સર્વ મૂક પ્રાણીઓની બંધારણીય રક્ષાર્થે તથા વિનાશક આપતિઓના નિવારણ માટે અને સારાએ વિશ્વમાં સત્‍યયુગ સંસ્‍થાપન અર્થે છેલ્લા ૩૧ વર્ષથી સતત ચાલી રહી છે. તા. ર૬-૪ ને મંગળવારના રોજ ૩ર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

આ ૩૧માં વાર્ષિક મહોત્‍સવ પ્રસંગે સાંજના ૭.૩૦ કલાકે વિશેષ સંધ્‍યા આરતી તથા સાંજના ૭ થી ૯ સમૂહ ધૂન-ભજનોનો કાર્યક્રમ સત્‍યપુત્ર શ્રી રામજી મંદિર, ન્‍યાલભકત અન્નક્ષેત્ર ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. ભાવિકોને લાભ લેવા આમંત્રણ અપાયું છે.

આ બ્રહ્મમંત્રની અખંડ ધૂન ગોંડલમાં છેલ્લા ૪ર વર્ષથી સતત ચાલે છે. તેમજ ગોંડલની આસપાસના ગામોમાં જેમાં નાના વડિયામાં ૪૧ વર્ષથી સાઢવાયામાં ૪ર વર્ષથી, ભાડવામાં ૪૧ વર્ષથી, બીલડીમાં ૩૩ વર્ષથી અને કોટડાસાંગાણીમાં ૧૮ વર્ષથી નિયમિત રોજ એક કલાક આ બ્રહ્મમંત્રની ધૂન ચાલે છે. તેઓ દર વર્ષે ધૂનનો વાર્ષિક મહોત્‍સવ પણ ભાવભકિત પૂર્વક ઉજવે છે.

આ પાવન પ્રસંગે તેઓશ્રીના ઉપદેશનો સાર ટુંક જોઇએ. અને વિનાશને આરે જઇ રહેલા વિશ્વને બચાવવામાં ખુબ ઉપયોગી થશે. સારૂએ જગત આધુનિકે ટેકનોલોજીના મહાવિનાશ રૂપ ત્રીજા વિશ્વ યુદ્ધના ભયથી પીડાય રહ્યું છે આમ તો વર્ષોથી આપણે ધરતી કંપ, વાવાઝોડા અતિવૃષ્‍ટિ તથા મહામારી જેવી વિનાશક આપતીઓનો સામોન કરી રહ્યા જ છીએ. આવી પ્રલયાત્‍મક આપત્તીઓ વિશ્વ પર આવશે જ તેની સ્‍પષ્‍ટ જાણકારી શ્રી આત્‍મન ભગવાને લગભગ ૪પ વર્ષ પહેલા જ આપી દીધી હતી. તેથી જ પૂર્વ વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઇને તા. ર-૧ર-૧૯૭૮માં લખેલ પત્રમાં જણાવે છે કે, બ્રહ્મમંત્ર ૐ ર્હ્રીં રામ જય રામ જય જય રામની સાર્વત્રિક અખંડ ધૂન સ્‍થાયી  રીતે સદાકાળ માટે યોજાય અને જરૂરી નિયમોના યથાર્થ પાલન દ્વારા વિશ્વભરમાં પણ તે ચાલુ થાય તો જ શ્રી નોસ્‍ટ્રેડમસ જેવા વિખ્‍યાત ભવિષ્‍યવેતાની આગાહી મુજબ જગતની આશરે ર૧૩ પ્રજાના વિનાશની શકયતાવાળા મહાવિનાશરૂપ પુણ્‍ને દૂર કરવો શકય બનશે.

તેઓશ્રીએ કહયું જગતભરમાં ત્રીજા વિશ્વ યુધ્‍ધનો ભય સતત તોળાઇ રહ્યો છે. આ મહાભયનો પ્રતિકારનું અસરકારક શ્રેષ્‍ઠ આદ્યાતિમક સાધન બ્રહ્મ મંત્રની અખંડ ધૂન જ છે. અખંડ ધૂન રૂપ બ્રહ્મયજ્ઞ ઠેકઠેકાણે વિના વિલંબે ચાલુ થયો જોઇએ. તેવા ખાસ આગ્રહ સાથે એ પણ તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, આ મહા વિનાશરૂપ પ્રલયને સંપૂર્ણ ટાળવો ત્‍યાં સુધી શકય નથી, જયાં સુધી ગાયો સહિત સર્વ મૂક પ્રાણોની અમાય હિંસા ચાલુ રહેશે. મોટામાયા પરની હિંસા, મૂંગા નિરાધાર જીવો પરનું ધાતકીપણુ જેવા માનવ જાતિના સામુહિક પાયોને કારણે વિનાશક આપતિઓ વરસવા લાગી છે. મૂક પ્રાણીઓની પ્રતિદિન થતી કતલને પળના પણ વિલંબવિના અટકાવવી જોઇએ. આમ કરવાથી જ અંતરીક્ષ પરના પ્રદુષણો અને મહાપાપ દૂર થશે. દૈવી પ્રકાશ પૃથ્‍વી પર  પહોંચી માનવ હૃદય સુધી પહોંચશે. જેથી ભયંકર પરિણામો વાળા અને સમગ્ર માનવજાતિ માટે વિનાશક પ્રલયને માત્ર ટાળવાનું શકય બનશે એમ નથી, પણ એક ખૂણામાં પડેલો સત્‍યયુગરૂપી સુવર્ણ યુગ આ પૃથ્‍વી પર લાવવાનુ઼ શકય બનશે.

જે મહા સંદેશ ૪પ વર્ષ પહેલા કહેલ તે આજે પણ તેટલો જ કે તેથી વિશેષ ઉપયોગી થઇ શકે તેમ છે. માટે ભયંકર મહાવિનાશમાંથી વિશ્વને ઉગારવા ઓ ! માનતાવાદી આમજનતાને, સર્વ રાજકીય પુરૂષોને તથા ધર્મપ્રેમી સાધુ-સંતોને સક્રિય કરો અને આ દિવ્‍ય સંદેશની હમણા જ જાણ કરો, કે ‘‘બ્રહ્મમંત્ર ઓમ ર્હ્રી રામ જય રામ જય જય રામ જેટલો યુગ પરિવર્તનની ગતિને વેગ આપી સત્‍યયુગ લાવવામાં સહાયક છે. તેટલો જ તે પ્રલયકાળના ધ્‍વજરૂપ ત્રીજા વિશ્વ-યુદ્ધને અટકાવવામાં એક અમોધ આધ્‍યાત્‍મિક શકિતશાળી સાધન પણ છે.

આ અંગે વિશેષ માહિતી માટે સુરેશ મહારાજ-મો. ૯૪ર૬૪ ૧૯૦ર૮, રાહુલભાઇ જોશી - મો. ૮૮૪૯૭૧૬૮૧પ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:58 pm IST)