Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રૂખડીયાપરામાં રિસામણે બેઠેલી પરિણીતા અને તેની બહેને ફિનાઇલ ગટગટાવ્‍યું

મોટી બહેન કંટાળી જતાં પગલુ ભર્યુઃ સાથે નાની બહેને પણ પી લીધું: બંને સારવારમાં

રાજકોટ તા. ૨૫: રૂખડીયાપરા ખાડામાં રહેતી લક્ષ્મીબેન જગા રજપૂત (ઉ.૨૬) નામની પરિણીતા અને તેની નાની બહેન આરતી સુરેશભાઇ સોલંકી (રજપૂત) (ઉ.વ.૧૯)એબપોરે ઘરે ફિનાઇલ ગટગટાવી લેતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

લક્ષ્મીબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેણી કેટલાક સમયથી રાજકોટ માવતરે રિસામણે છે. તેણીના પિતા હયાત નથી. લક્ષ્મીબેન અને નાની બહેન આરતી બંને પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવે છે. લક્ષ્મીબેનને તેનો પતિ હેરાન કરતો હોઇ તેણી રિસામણે આવી હતી. જિંદગીથી કંટાળીને તેણે ફિનાઇલ પી લીધું હતું. તેની સાથે નાની બહેન આરતીએ પણ  પી લીધું હતું. પોલીસે બંનેના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

વિજય પ્‍લોટમાં ઉર્વશી ઝરીયાએ ફિનાઇલ પીધું

બીજા બનાવમાં વિજયપ્‍લોટ-૧૧માં રહેતી ઉર્વશી સાગર ઝરીયા (ઉ.૨૫) નામની પરિણીતાએ બપોરે ફિનાઇલ પી લેતાં સિવીલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે એ ડિવીઝનમાં જાણ કરી હતી. લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)