Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

શિક્ષણના માધ્‍યમથી વિદ્યાર્થીઓના વિકાસની કેડી કંડારતી રહેવર સ્‍કુલ : અનેકવિધ પ્રવૃત્તિ

રાજકોટ તા. ૨૫ : મનુષ્‍યનો સર્વાંગી વિકાસ જ્ઞાન અને શિક્ષણના માધ્‍યમથી જ થાય છે. ત્‍યારે આવા વિકાસની કેડી કંડારવાનું કામ રાજકોટની રહેવર સ્‍કુલ દ્વારા થઇ રહ્યુ છે. શિક્ષણ જગતમાં પ્રયોગોને સ્‍થાન આપનાર શાળા સંચાલકો રઘુવીરસિંહ રહેવર અને જયરાજસિંહ રહેવર દ્વારા ૧૯૯૮-૯૯ માં આલ્‍ફા પ્‍લસ કલાસીસથી શરૂઆત કરાઇ હતી.

બાદમાં રહેવર સ્‍કુલની સ્‍થાપના થઇ. ધીરે ધીરે નંદકુંવર બાલવાટીકા, શાંતિનિકેતન વિદ્યામંદિર, પ્રાથમિક અને માધ્‍યમિક શાળા એમ અલગ અલગ શાખાઓ વિસ્‍તરતી ગઇ. આ શાળામાં નિયમિત પ્રાર્થના, યોગાભ્‍યાસ સાથે આધ્‍યાત્‍મિક શિક્ષણને પ્રાધાન્‍ય આપવામાં આવે છે. સમયાંતરે સેમીનાર, શૈક્ષણિક સંવાદ, શૈક્ષણિક પ્રવાસ,  પ્રતિભા સન્‍માન, વાલી સંમેલન, આરોગ્‍યલક્ષી કેમ્‍પ, પુસ્‍તક પ્રદર્શન, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ તાજેતરમાં શાળાની મુલાકાત લઇ શાળા સંચાલકો શ્રી રઘુવીરસિંહ રહેવર (મો.૯૮૨૪૨ ૩૦૩૩૮) અને શ્રી જયરાજસિંહ રહેવરને શુભેચ્‍છા પાઠવી હતી. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે.

(3:11 pm IST)