Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ફેફસાને લગતી બિમારીઓના અમદાવાદના નિષ્‍ણાંત ડો.જયકુમાર મહેતાનો રવિવારે રાજકોટમાં ફ્રી કેમ્‍પ

રોટરી લલીતાલય હોસ્‍પીટલ ખાતે યોજાશે કેમ્‍પઃ દર્દીઓએ લાભ લેવા રજીસ્‍ટ્રેશન જરૂરી

રાજકોટઃ   ફેફસાને લગતી બીમારીઓના નિદાન તથા ઉપચાર માટેની અત્‍યાધુનિક  એપીક મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ, અમદાવાદના પલ્‍મોનોલોજી વિભાગ સિનિયર કન્‍સલ્‍ટન્‍ટ ઇન્‍ટરવેન્‍શનલ એન્‍ડ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પલ્‍મોનોલોજીસ્‍ટ, એલર્જી-અસ્‍થમા અને સ્‍લીપ ડીસોડર્સ સ્‍પેશિયાલિસ્‍ટ એવા પલ્‍મોનોલોજી વિભાગના વડા, ફેફસાના રોગોના નિષ્‍ણાત ડો. જયકુમાર મહેતા દ્વારા, રોટરી ક્‍લબ રાજકોટ મીડટાઉનના સૌજન્‍યથી આયોજિત ખાસ કેમ્‍પ માં શ્વાસ ને લગતા રોગોથી પીડાતા દર્દીઓના નિદાન તથા ઉપચાર કરવામાં આવશે.

૪૦ હજારથી પણ વધારે હૃદયરોગની સર્જરીનો અનુભવ ધરાવતા ખ્‍યાતનામ સર્જન અને એપિક મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ, અમદાવાદના સ્‍થાપક ડો. અનિલ જૈન, જેઓ ૩૦ થી વધુ વર્ષોથી લોકોના સ્‍વાસ્‍થ્‍યની સુખાકારી માટે કાર્યરત છે, તેમના જ અથાક પ્રયત્‍નોનું પરિણામ છે. ડિપાર્ટમેન્‍ટ ઓફ પલ્‍મોનોલોજી એટલે કે ફેફસાના રોગોનો વિભાગ, જેમાં અધ્‍યતન અને નવીનતમ સુવિધાઓ જેમ કે એડવાન્‍સડ બ્રોન્‍કોસ્‍કોપી, એન્‍ડોબ્રોન્‍કીયલ અલ્‍ટ્રાસાઉન્‍ડ, કાયોથેરાપી, મીનીમલી ઇનવેસીવ થોરેકોસ્‍કોપી ઉપરાંત એડવાન્‍સડ પલ્‍મોનરી ફંકશન ટેસ્‍ટિંગ, ડિફયુઝિંગ કેપેસિટી ટેસ્‍ટિંગ, લંગ ઓસીલોમેટ્રી અને અદ્યતન એલર્જી ટેસ્‍ટિંગની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે.આ કેમ્‍પમાં  ફેફસાના રોગોના નિષ્‍ણાત ડો. જયકુમાર મહેતા (એમ.બી.બી.એસ. - ગોલ્‍ડ મેડાલિસ્‍ટ, એમ.ડી. ડી.એન.બી, પી.ડી.એફ ક્રોમ સી.એમ.સી વેલ્લોર) સેવા આપશે.

ફ્રી કેમ્‍પમાં ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ જેમને વારંવાર કફ/ ઉધરસ / ખાંસી થઈ જતા હોય -એલર્જી-અસ્‍થમા ની બીમારી હોય -પંપ-ઈનહેલર દવાઓ લેવી પડતી હોય-બીડી-સિગારેટ ધુમ્રપાન સંબંધિત બીમારી હોય-ફેફસામાં જાળા બાજવાની (લંગ ફાઇબ્રોસિસ) ની બીમારી હોય -ફેફસાના પડ-આવરણમાં હવા/પાણી ભરાવાની બીમારી હોય-મોટેથી બોલતા નસકોરા/ દિવસ દરમિયાન અતિશય ઊંઘની બીમારી હોય -ટીબી-ન્‍યુમોનિયા ની અસર હોય -ફેફસામાં કેન્‍સર ની બીમારી હોય -જેમને બ્રોન્‍કોસ્‍કોપી/ EBUS/ થોરેકોસ્‍કોપી/ લંગ બાયોપ્‍સી વગેરે જેવી પ્રક્રિયાઓ કરાવવાની સલાહ આપવામાં આવેલી હોય વિષે નિદાન સારવાર કરવામાં આવશે.

કેમ્‍પઃ તાઃ - ૨૮ (રવિવાર)

સમયઃ સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી, સ્‍થળઃ રોટરી લલીતાલય હોસ્‍પિટલ (ડાયાબિટીસ પ્રીવેન્‍સન  એન્‍ડ મેનેજમેન્‍ટ સેન્‍ટર), ૬- ગીત ગુર્જરી સોસાયટી રોડ, એરપોર્ટ મેઇન રોડ, હોટલ પેટ્રીયા, સ્‍યુટ્‍સની સામે, રાજકોટ.

રજીસ્‍ટ્રેશન માટે સંપર્કઃ કેનીભાઇ - ૯૮૨૫૦૪૯૧૫૧, રોટરી લલીતાલય હોસ્‍પિટલ - ૦૯૪૦૯૩ ૩૦૦૩૪/૫ ૦૨૮૧-૨૪૪૪૦૨૪/૨૫, રવિનભાઈ - ૯૮૨૫૨૦૩૦૩૦.

(3:50 pm IST)