Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ડીસ્‍ટ્રીબ્‍યુટરને રૂા. ૨.૨૦ લાખ જમા ન કરાવી એરટેલ સ્‍ટોરનો કર્મચારી શની ભાગી ગયો

બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્‍પલેક્ષમાં બનાવઃ સૌરાષ્‍ટ્ર ઝોનના એરીયા મેનેજર નવીન ચોથવાણીની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૨૫: મવડી રોડ બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્‍પ્‍લેક્ષમાં આવેલા એરટેલ સ્‍ટોરના કર્મચારીએ કંપનીના ડીસ્‍ટ્રીબ્‍યુટરને દસ દિવસના બાકી નીકળતા રૂા. ૨,૨૦,૯૩૬ જમા ન કરાવી નાશી જઇ કંપની સાથે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર આલાપ ગ્રીનની પાછળ સીટી સેરેનીટી સી-૨૦૧માં રહેતા નવીનભાઇ ઇશ્વરદાસભાઇ ચોથવાણી (ઉ.વ.૩૮) એ માલવીયાનગર પોલીસ મથકમાં બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્‍પ્‍લેક્ષમાં એરટેલ સ્‍ટોરમાં કામ કરતો શની માંગે (રહે. જૂનાગઢ) સામે ફરિયાદ નોંધાવી છે. એરટેલ કંપનીના એરીયા મેનેજર નવીનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે એરટેલ કંપનીમાં એરીયા મેરેજર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. અને પોતે સૌરાષ્‍ટ્રમ ઝોનમાં (કંપની  આઉટલેટ સ્‍ટોર) એરટેલ સ્‍ટોર મેનેજર તરીકે કાર કરે છે. તા. ૨૨ના રોજ પોતે કાલાવડ રોડ પર આવેલ એરટેલ સ્‍ટોરમાં હતા. ત્‍યારે પોતાના ઇ-મેઇલ પર અમદાવાદ એરટેલ મુજબ ઓફીસમાંથી મેઇલ આવેલ જેમાં જણાવાયું હતુ કે ‘બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્‍પ્‍લેક્ષમાં સ્‍ટોરના તા. ૧૨/૪ થી ૨૧/૪ સુધીના કુલ રૂા. ૨,૨૦,૯૩૬ જમા થયા નથી.' અને જેની સાથે બાકીના નીકળતા પૈસાની યાદી સામેલ હતી જેથી પોતે બાલાજી હોલ સામે આવેલ એરટેલના સ્‍ટોર મેનેજર શીલ્‍પાબેન રોશનને ફોન કરી જણાવેલ કે, ‘તમારા એરટેલ સ્‍ટોરના બાકી નીકળતા પૈસા જમા કરવાના બાકી છે' તેણે જણાવેલ કે કેશનું તમામ કામ શની જોવે છે અને જે હાલ હાજર નથી. અને હું તેને ફોન કરીને પુછીને કહું તેમ જણાવ્‍યું હતું. બે કલાક બાદ પોતાના ફોનમાં શીલ્‍પાબેનનો પરત ફોન આવતા તેણે કહેલ કે ‘શનિ ફોન ઉપાડતો નથી અને મેસેજ કોલ નો પણ જવાબ આપતો નથી' તેમ જણાવ્‍યુ હતું. બાદ પોતે આ બાલાજી હોલ સામે સનેશ્વર કોમ્‍પ્‍લેક્ષમાં એરટેલ સ્‍ટોર ખાતે ગયા બાદ તપાસ કરી હતી પોતે ઓફીસના કેમેરા ચેક કરતા તા. ૧૯/૪ ના રોજ સાંજે સની માંગે તમામ રોકડ રકમ લઇ ગયો પરંતુ ડીસ્‍ટ્રીબ્‍યુટરને જમા ન કરાવેલ અને બીજા દિવસ શનિ માંગેએ સ્‍ટોરની કેશ સ્‍ટોરમાં કામ કરતા હાઉસકીપર નબીન પાસે તેણે પૈસા જમા કરાવા માટે મંગાવેલ અને તા. ૨૨ના રોજ પોતાની મોટી ‘મા'નું દેહાંત થયેલ હોય જેથી જામનગર જવાનો શિલ્‍પાબેનને મેસેજ કરી જતો રહ્યો હતો. આ બાબતે તા. ૨૨ના રોજ ફોન કરતા શનીએ ફોન ઉપાડયો ન હતો. બાદ પોતે જૂનાગઢ તથા રાજકોટમાં તેના નાનીના ઘરે તપાસ કરતા તેના ઘરેથી શની વિશે કોઇ માહિતી મળી ન હતી. આથી તેણે કંપની સાથે છેતરપીંડી કર્યાનું જણાતા પોતે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એ.વી.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)