Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ખોયા ખોયા ચાંદ... રાજશ્રી બાગ - આરોહ શંકરે ડોલાવ્‍યા

આસિત સોનપાલે કિશોરકુમારના ગીતો રજુ કરી સંગીતપ્રેમીઓની વાહવાહ મેળવી : મેશપ અને માઉથ ઓર્ગનની અનોખી રજુઆત : સપ્‍તસુર ગ્રુપ દ્વારા મેલોડીક મેમરી કાર્યક્રમ

રાજકોટ : અહિંના હેમુ ગઢવી હોલ ખાતે સા રે ગા માં પા ના વિજેતાઓ વેસ્‍ટ બંગાળની  રાજશ્રી બાગ તથા સારેગામાપા ના ફેમ જેઓ દિલ્‍હીથી આવેલ એવા આરોહ શંકર એ ધૂમ મચાવી અને રાજકોટની સંગીત પ્રેમી જનતાને ડોલાવ્‍યા હતા.

રાજકોટના પ્રખ્‍યાત ધારાશાષાી અને નોટરી આશિત સોનપાલ તથા મીનલ સોનપાલ દ્વારા સપ્તસુર ગ્રુપના બેનર હેઠળ વર્ષોથી સંગીતના લાઈવ પ્રોગ્રામ સાથે ચેરિટી શો અનેક કરેલા છે સંગીત ક્ષેત્રે બહોળું જ્ઞાન ધરાવનાર આશિત  સોનપાલ દ્વારા કરવામાં આવેલ આયોજન  મેલોડીક મેમોરિઝમાં જુના નવા ગીતો ગઝલો રજૂ કરીને સંગીત પ્રેમીઓને ડોલાવ્‍યા હતા.

વેસ્‍ટ બંગાળથી આવેલ રાજેશ્રી બાગ દ્વારા લતા મંગેશકર આશાજી સાધના સરગમ જેવા દિગ્‍ગજ કલાકારોના ગીતો ગુંજાવ્‍યા લગજા ગલે...... તેરે ખયાલો મે હમ..... યે હસી વાદીયા..... જાને કેસે કબ કહા..... હર કિસી કો નહિ મિલતા..... એક પ્‍યાર કા નગમાં..... જેવા અનેક ગીતોની રજૂઆત કરી અને લોકો વાહ વાહ કરી ઉઠ્‍યા હતા. વન્‍શ મોરના નારા સાથે હોલ ગુંજી ઉઠ્‍યો હતો.

સારેગામા ફેમ કલાકાર દિલ્‍હીથી આવેલ આરોહ શંકરે લોકોના મન મોહી લીધા હતા. મહમદ રફી સાહેબના ગીતોની રજૂઆત ખૂબ દિલથી કરેલ અને લોકોના દિલ સુધી તેમની રચનાઓ પહોંચી ગઈ અને લોકો વાહ વાહ કરી ઉઠ્‍યા હતા. ખોયા ખોયા ચાંદ...... લિખે જો ખત તુજે...... મુજે ઇશ્‍ક હે તુજ સે.... જેવા અનેકગીતોની રજૂઆત કરી અને લોકોને દિલ જીતી લીધા તેવી જ રીતે આશિત સોનપાલે પોતાની કલા સંગીત પ્રેમી જનતા સામે પાથરી કિશોર કુમાર ના ગીતો દેખાના હાય રે સોચા ના હાય..... ચલા જાતા હું......  નીલે નીલે અંબર..... જેવા ગીતો ને રજૂઆત કરી જમાવટ કરી હતી.

મેલોડીક મેમરીઝમાં આકર્ષણ રહ્યું રાજકોટમાં સૌપ્રથમવાર એવી મેશપ રજૂ કરવામાં આવી જે આજ સુધી કયારેય પણ રજૂ કરવામાં આવેલ ન હતી અને આ મેશપથી રાજકોટની સંગીત પ્રેમી જનતા એ ખૂબ આવકારી અને દાદ મેળવી મેશઅપ અદભુત રીતે રજૂઆત કરવામાં આવેલ. જેમાં કિશોરકુમાર રફી સાહેબ લતા મંગેશકર આશાજી તથા ગઝલોની રજૂઆત કરી અને સાથે ફિલ્‍મોના ફેમસ ડાયલોગ સાથે રજૂઆત કરવામાં આવેલ મેશપમાં જે નગમો લીધેલા તેમાં છે એ શામ મસ્‍તાની...... હોઠો સે છુલો તુમ..... તુમકો દેખા તો ..... મે શાયર તો નહીં...... રાતકલી એક ખ્‍વાબ મે આઇ... યે સમા સમા હૈ પ્‍યાર કા.... જેવા અનેક લોકોના હૃદયસ્‍થ ગીતો ની રજૂઆત કરવામાં આવેલ અને સાથે ફિલ્‍મોના સુપ્રસિદ્ધ ડાયલોગ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ.. યે રાત હૈ યે તુમ્‍હારી ઝુલ્‍ફે ખુલી હુઈ..... જેવી અદભુત રચનાઓ રજૂ કરવામાં આવેલ.

એક નવું જ નજરાણું સપ્તસુર ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ ગીત માઉથ ઓર્ગન દ્વારા આશિત સોનપાલ દ્વારા રજુ કરવામાં આવેલ યાદ કીયા દિલ ને કહા હો તુમ..... હે અપના દિલ તો આવારા..... ગીતની રજૂઆત કરી માઉથ ઓર્ગનથી રજૂ કરવામાં આવેલ.

રાજકોટના  નામાંકિત ધારાશાષાી અને નોટરી તથા એન્‍કર મીનલબેન સોનપાલ દ્વારા આ કાર્યક્રમનું અદભુત રીતે સંચાલન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં દેશ વિદેશમાં સંગીત આપનાર રાજકોટના દર્શિતભાઈ કાચા(મ્‍યુઝિક એવેન્‍જર) તથા તેમની સમગ્ર ટીમ સાથી કલાકારો જેવા કે ઋષિક ભાઈ પરમાર(ગિટાર), હિરેનભાઈ ખાખી ફિરોઝ ભાઈ શેખ(ડ્રમ), કલીમભાઈ શેખ (તબલા), મહેશભાઈ ઢાકેચા(કોંગો તથા ઢોલક) પ્રકાશભાઈ વાગડીયા (સાઈડ રીધમ) મિતુલભાઈ ગોસાઈ (ઓક્‍ટોપેડ) એ સુંદર રીતે સંગીત પીરસવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાજકોટની કોરસની ટીમ દર્શિતભાઈ કાનાબાર દ્વારા તૈયાર કરવામાં આવેલી. રાજકોટના પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ સુનિલભાઈ પોપટ દ્વારા તથા દર્શિલ ભાઈ સરસિયા દ્વારા સાઉન્‍ડ ઓપરેટ કરવામાં આવેલ

સપ્તશૂર ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલ મેલોડીક મેમરીઝના આયોજનનું વિડીયો શુટીંગ તથા ફોટોગ્રાફી ચેતનભાઇ પોપટ(સદગુરુ વિડીયો ) દ્વારા કરવામાં આવેલ. કરોડરજ્જુ સમાન સિનિયર ધારાશાષાી પંકજભાઈ દેસાઈ તથા સપ્તસુર ગ્રુપના ગિરધરભાઈ ઠુંમર, વિશાલ રાઠોડ, મહેન્‍દ્રભાઈ ભીંડે શોભનાબેન ઠુંમર, ઉમાબેન ભીંડે વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત માર્ગદર્શન આપનાર તથા કાર્યક્રમને દિપાવવા અકીલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તેમજ આર.સી.સી. બેન્‍કના સીઇઓ શ્રી પરસોત્તમભાઈ પીપળીયા, સિનિયર ધારાશાષાી શ્રી પંકજભાઈ દેસાઈ, જે બી શાહ (એડવોકેટ એન્‍ડ નોટરી), વિશ્વમુખા લીગલ એન્‍ડ ઇન્‍વેસ્‍ટિગેશન પ્રાઇવેટ લિમિટેડ, અમળત ધારા બિલ્‍ડકોન પ્રાઇવેટ લિમિટેડ શ્રી ફુલભાઈ નડિયાપરા જય કૈલાશ નમકીન, લેટ શ્રી બાલકળષ્‍ણ રતિલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્‍ટ એન્‍ડ એજ્‍યુકેશનલ ટ્રસ્‍ટ, મેઘમણી શ્રી અમિતભાઈ ભાણવડિયા, કસ્‍તુરી ફૂડ પરેશભાઈ સાદરીયા, ગોકુલ હોસ્‍પિટલ, અદાણી મસાલા, શ્રીરાજીવભાઈ દોશી, શ્રી મુકેશભાઈ શેઠ, શ્રી ઘનશ્‍યામભાઈ ઢોલરીયા, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણી, શ્રી અજયભાઈ શાહ વી ટ્રાન્‍સપોર્ટ, પ્રશાંત મેમોરિયલ ટ્રસ્‍ટ, સ્‍માઈલ પરિવાર, ધારા શાષાી શ્રી શ્‍યામલભાઈ સોનપાલ  શ્રી વિનોદભાઈ ઠકરાર, શ્રી મુન્નાભાઈ ઠક્કર વિગેરેનો કાર્યક્રમ સફળ બનાવવામાં સહકાર મળેલ હોવાનું અંતમાં જણાવાયું છે

(4:35 pm IST)