Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મવડી આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની ભીડ જામતાં દેકારોઃ અનેકને પાછા મોકલાયા

સમગ્ર મામલો મેયર સુધી પહોંચ્યો

રાજકોટ તા. રપઃ આજે એકાએક વેકસીનની અછત સર્જાતાં અનેક આરોગ્ય કેન્દ્રોમાં રસી મુકવા ગયેલા લોકોને ધકકો થયો હતો. દરમિયાન મવડીનાં આરોગ્ય કેન્દ્રમાં આજે ૪૦૦ થી વધુ લોકોની ભીડ જામતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. અનેક લોકોને પાછા મોકલાતા સમગ્ર મામલો મેયરશ્રી પાસે પહોંચ્યાનું જાણવા મળ્યું છે. જો કે બાદમાં મેયર પ્રદિપ દવે સમગ્ર વ્યવસ્થા થાળે પાડવા અધિકારીઓને સુચના આપી હતી.

(4:14 pm IST)