Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

માલિયાસણ પાસે બે સ્કૂલ બેગમાં દારૂના બબ્બે લિટરના ૮ જગ સાથે મયુર પકડાયો

ક્રાઇમ બ્રાંચના એમ.એમ.ઝાલાની ટીમે સુરતના શખ્સને દબોચ્યો : કોન્સ. ઉમેશ ચાવડા અને જગદીશ વાંકની બાતમી

રાજકોટ તા. ૨૫ : કુવાડવા રોડ માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બે સ્કુલ બેગમાં દારૂના બબ્બે લીટરના આઠ જગ સાથે સુરતના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલીયાસણ ચોકડી પાસે એક શખ્સ દારૂના જથ્થા સાથે ટ્રાવેલ્સની બસમાંથી ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. જગદીશભાઇ વાંક તથા ઉમેશભાઇ ચાવડાને બાતમી મળતા દરોડો પાડી રૂ. ૧૧,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની બબ્બે લીટરની ૮ જગ સાથે મયુર મનુભાઇ કવા (ઉ.વ.૨૭) (રહે. કામરેજ નનસાર રોડની બાજુમાં શ્રીજી એવન્યુ ફલેટ નં. ૫૦૨ સુરત)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા, હેડ કોન્સ. ધીરેનભાઇ, મહેશભાઇ, હિરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, જગદીશભાઇ, દિપકભાઇ, સંજયભાઇ, કિરતસિંહ તથા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:34 pm IST)