Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જામનગર રોડ રત્નમવિલા બંગ્લોઝના મકાનમાં દરોડો : તીનપત્તીનો જુગાર રમતા ૬ પકડાયા

યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. સહદેવસિંહ જાડેજા અને દિપકભાઇ ચૌહાણની બાતમી : રૂ. ૧.૨૫ લાખની રોકડ કબ્જે

રાજકોટ તા. ૨૫ : જામનગર રોડ પર અમી હાઇટ્સ પાછળ અરિહંતનગરમાં આવેલા રત્નમવિલા બંગ્લોઝમાં ચાલતા જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર અરીહંતનગરમાં આવેલા રત્નમવિલા બંગ્લોઝમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા દિપકભાઇ ચૌહાણને બાતમી મળતા રત્નમવિલા બંગ્લોઝ બ્લોક નં. એફ-૧૨માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જયદીપસિંહ રણજીતસિંહ ઝાલા (રહે. જામનગર રોડ રત્નમવિલા બંગ્લોઝ બ્લોક નં. એફ-૧૨ ગીરીશભાઇ બ્રાહ્મણના મકાનમાં ભાડે), જામનગર રોડ પુનિતનગર શેરી નં. ૨ના કિશોર ઠાકરશીભાઇ જાદવ, શેઠનગર પાસે નંદનવન સોસાયટી બ્લોક નં. ૧૫૭ના રમેશ શામજીભાઇ પરેસા, નાણાવટી ચોક પાસે સત્તાધાર પાર્ક શેરી નં. ૩ના શાંતુ રાધુભાઇ તકમરીયા, બજરંગવાડી-૬ના વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા અને માધાપર પોસ્ટ ઓફિસ સામે ગોલ્ડન પોર્ટીકો ફલેટ નં. ઇ-૧૦૦૨ના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડી લઇ રૂ. ૧,૨૫,૫૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ અને બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(2:58 pm IST)