Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગંભીર ઇજા પામેલ મજુરની સફળ સારવાર કરતી શિવ હોસ્પિટલની ટીમ

૧૨ કલાક ચીમનીમાં દબાઇ બેભાન થયેલા દર્દીને બચાવતી શિવ હોસ્પિટલની ટીમ

રાજકોટઃ તા.૨૩, રાણાવાવની સૌરાષ્ટ્ર સીમેન્ટ કંપનીના તા.૨૮ના  ગોઝારા ચીમની અકસ્માતમાં બાર કલાક બાદ જયારે મજુરોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્ર્દી કપ્તાનસીંઘને તાત્કાલીક રાજકોટની ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ શિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા.

દર્દીને ઇમરજન્સી વિભાગમાં જરૂરી તાત્કાલીક સારવાર આપી આઇ.સી.યુમાં ધનિષ્ઠ સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા. જરૂરી તપાસ બાદ દર્દીને કરોડરજુમાં ગંભીર ફેકચર બંને પગમાં સંપૂર્ણ પેરાલીસીસ, ડાબાહાથમાં ગંભીર ઇજા અને બંને કીડની પણ નબળી પડી ગઇ હોવાનું જાણવા મળેલ હતુ.

 દાખલ થવા સમયે દર્દીને ડાબા હાથની ગંભીર ઇજાને લીધે થતી સ્નાયુની ઇજા કે જેને crush syndrome કહેવામાં આવે છે. તેના કારણે બંને કિડની ઉપર વધુ પડતુ જોર આવતા બંને કીડની ફેલ થઇ ગઇ હતી. ૧૦-૧૨ દિવસના અથાગ પ્રયત્ન તથા ડાયાલીસીસ બાદ કિડની કામ કરવી શરૂ થઇ હતી. ત્યારબાદ મણકાનું જટીલ ઓપરેશન શિવ હોસ્પિટલના વરિષ્ઠ સ્પાઇન સર્જન ડો. અમિષ સંઘવી દ્વારા પાર પાડવામાં આવેલ હતુ. આ ઉપરાંત દર્દીને લોહી ચડાવાની પ્રક્રિયા નબળી પડતા ડીઆઇસી નામની બિમારી કે જે આવી ગંભીર ઇજામાં થતી હોય છે તે પણ કાબુમાં લેવામાં આવી હતી. શિવ હોસ્પિટલના નિષ્ણાંત આઇ.સી.યુ. ડોકટર્સની ટીમ, ઓર્થોપેડીક સર્જન ડો. ભાવેશ  સચદે તથા સ્પાઇન સર્જન ડો. અમિષ સંઘવી દ્વારા ધનિષ્ઠ સારવાર બાદ દર્દીની બંને કીડની તથા જીવને બચાવી લેવામાં આવ્યા હતા.

દોઢ મહિનાની ધનિષ્ઠ સારવાર બાદ જયારે દર્દીને રજા આપવામાં આપી ત્યારે દર્દીના સમગ્ર પરિવારે આભારની લાગણી વ્યકત કરેલ હતી. આ પ્રકારની ગંભીર ઇજામાં માત્ર સારવાર જ નહિ પરંતુ દર્દીને સમયસર પહોંચાડી દોઢ મહિના સુધી સતત મદદરૂપ થયેલ સમગ્ર સૌરાષ્ટ્ર સીમેન્ટ કંપનીના સ્ટાફ તથા ત્યાના ચીફ મેડીકલ ઓફીસર ડો. મીલન વસાવડાનો પણ મોટો ફાળો રહેલ છે.

 શિવ હોસ્પિટલમાં  હાલ કાર્યરત તમામ વિભાગો જેમ કે એકસીડન્ટ અને ઇન્જરીઝ, ઓર્થોપેડીક વિભાગ, મણકા અને કરોડરજજુની (સ્પાઇન) સર્જરી વિભાગ, જોઇન્ટ રીપ્લેસ્ટમેન્ટ, મગજની (ન્યુરો) સર્જરી, દુરબીનથી થતાં સાંધાના ઓપરેશન (આર્થોસ્કોપી), બાળકોમાં થતી હાડકાની ઇજા, કેન્સર વિભાગ, જનરલ તથા લેપ્રોસ્કોપીક સર્જરી, ક્રીટીકલ કેર વિભાગ, મેડીસીન, વિભાગ તથા ફીઝીયોથેરાપી, રેડીયોલોજી, ર્સ્ટીફાઇડ લેબોરેટરી અને ફાર્મસી ૨૪*૭ કાર્યરત છે.

(2:51 pm IST)