Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૧૦૮ની ટીમે ઘાયલના પરિજનોને ૯૧૦૦ રૂપિયા, મોબાઈલ સહિતનો કિંમતી સામાન પરત કર્યો

ઘાયલના પરિવારજનોએ ૧૦૮ ની ટીમની કામગીરીથી પ્રભાવિત થઈ સમગ્ર ટીમનો આભાર માન્યો

રાજકોટ :જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની સાથે કોઈ વાલી વારસ હાજર ના હોઈ તે પરિસ્થિતિમાં તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને રાખી લેવામાં આવે છે. જે દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરવામાં આવે છે.
આ પ્રકારે ૧૦૮ ની ટીમ દ્વારા સારવાર સાથો-સાથ ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા તેમની સાથેના કિંમતી સમાન અને રોકડ પરત સોંપવાનો વધુ એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. આજી ડેમ ચોકડીથી ગોંડલ હાઇવે તરફ આજી જી.આઈ.ડી.સી, વિસ્તારમાં ૩૫ વર્ષના એક્ટિવા ચાલાક વિજયભાઈ ફળદુનો ટ્રક સાથે અકસ્માત થતા ગંભીર રીતે ઘાયલ થયેલા હતાં. જેમની મદદે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ના ઈ.એમ .ટી.રક્ષાબેન ચૌહાણ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ દર્દીને સારવાર પુરી પાડી હતી. પાયલોટ મેહુલભાઈએ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈની ઉપસ્થિતિમાં ઘાયલ પાસેથી રૂ. ૯૧૦૦0 રોકડ, મોબાઈલ, લાયસન્સ સહિતની વસ્તુ એકઠી કરી તેમના પરિવારજન મયૂરભાઈને  સ્થળ પર બોલાવી પરત કરી હતી.
આ તકે ઘાયલના પરિવારજનોએ ૧૦૮ ની ટીમની કામગીરીથી પ્રભાવિત થઈ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

(7:36 pm IST)