Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હરિપર પાળમાં પૈસાની લેતીદેતીમાં લક્ષમણભાઇ પરમાર અને પત્નિ હીરાબેન પર પાઇપથી હુમલો

સગા ભાઇ રામજી, ભત્રીજા, જમાઇ સહિતનાએ માર મારતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૫: લોધીકાના હરિપર પાળ ગામે રહેતાં લક્ષમણભાઇ બેચરભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.વ.૫૦) અને તેના પત્નિ હીરાબેન (ઉ.વ.૪૯) પર સગા ભાઇ, ભત્રીજા, જમાઇ સહિતનાએ પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

 

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે લોધીકા પોલીસને જાણ કરી હતી. લક્ષમણભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે થોડા દિવસ પહેલા ભત્રીજાને હાથઉછીના રૂ. ૧૬૦૦ આપ્યા હોઇ તે પાછા માંગતા ભાઇ રામજીભાઇ, ભત્રીજા ગોપાલ, જમાઇ રમેશભાઇ, જ્યોત્સના સંજય સહિતે મળી ઢીકા-પાટુનો માર મારી પાઇપથી પણ ફટકાર્યા હતાં. પત્નિ હીરાબેન બચાવવા વચ્ચે પડતાં તેને પણ મારકુટ થઇ હતી.

મકનસરમાં નિતીન પર  ત્રણ શખ્સનો પાઇપથી હુમલો

મોરબીના મકનસરમાં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં નિતીન વાલજીભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને જયેશ, વેલજી, ભગીરથ સહિતે ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે મોરબી જાણ કરી હતી.

(11:26 am IST)