Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અટલજી શાંતિ અને ક્રાંતિ બન્નેમાં બેલેન્સ રાખી શકતા

હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીયા ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જયાદા લડતા હું : વાજપેયીજી દેહસ્વરૂપે ભલે આજે આપણી વચ્ચે નથી, પણ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે

અટલજીના મૃત્યુ પછીનો આજે એમનો ત્રીજો જન્મદિવસ છે. અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતા કે ''હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીયાંર્ં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જયાદા લડતા હું,''અટલજી દેહસ્વરૂપે ભલે આજે આપણી વચ્ચે નથી, પણ કર્મ અને કવિતા સ્વરૂપે આપણી વચ્ચે કાયમી જીવંત છે. તેમણે પોતાના જ વ્યકિતત્વ, કતૃત્વ અને નેતૃત્વની સાથે દેશની જનતાના હૃદયમાં રાજ કર્યું છે.

જૂનસંઘનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયુંહતું. પરંતુ પછી જનતા મોરચો વિખરાઈ ગયો અનેતા.૬ એપ્રિલ ૧૯૮૦માં મુંબઈની ચોપાટી ઉપર ''સમતા નગર''માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્ય પદ સ્વીકાર્યા પછી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના પોતાના પ્રવચનમાં તેઓ અધ્યક્ષના પદને કેવી રીતે માનેછે? તેની વાત કરતાં કહયું હતું કે યહ પદ નહીં, દાયિત્વ હે, યહ પ્રતિષ્ઠા નહીં, પરીક્ષા હે, યહ સત્કાર નહીં, ચુનૌતી હે. આપકે સંયોગ સે, જનતા કે સમર્થન સે મુજે યહ જિમ્મેદારી વહન કરને કી ઈશ્વર મુજે શકિત દે, વિવેક દે... પ્રવચનના અંતિમ વાકયોમાં છેલ્લી કડીમાં કેટલો આત્મવિશ્વાસ હતો કે, ''ભારત કે પશ્ચિમઘાટી કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે પર ખડે હોકર યહ ભવિષ્વાણી કરને કા સાહસ કરતા હું કિ ''અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા'' અને ખરેખર કમળ ખીલવા લાગ્યું.

કેવા કપરા સંજોગોમાં તેમણે કામ કર્યું તે જાણવા જેવું છે. તેઓ જયારે જિલ્લા પ્રચારક હતા ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયાં એટલે પૂછયું, ''આપકે પૈર મેં ચંપલ કયું નહીં હે'', તો અટલજી કહ્યુંકે ''પૈસે નહીં તો પૈર મે ંચંપલ નહીં હૈ, ત્યારે નાનાજીએ તેમને ૨-૩ રૂપિયા આપ્યા. એક-બે મહિના પછી ફરી તેમનો પ્રવાસ થયો. તો ફરીથી પગલમાં ચંપલ ન હતાં અરે ''અટલજી પૈર મેં ચંપલ કયું નહીં હૈ. અટલજીનો જવાબ હતો કે ''વો તો પેટ મેં ચલે ગયે હેં''. ચંપલ કરતાં જમવાનું અગત્યનું હતું એટલે તેમણે એ પૈસાનું ભોજન કરી લીધું. વિપત્તિમાં પણ પ્રસન્નચિત્ત એ એમની આગવી વિશેષતા હતી. સામાન્ય રીતે યુનોમાં શાસકપક્ષના પ્રતિનિધિને મોકવામાં આવે છે પરતુ નરસિંમ્હા રાવે વિપક્ષી નેતા તરીકે અટલજીને યુનોમાં જિનીવા કોન્ફરન્સમાં મોકલ્યા ત્યારે કોંગ્રેસમાં વિરોધ થયો. નરસિંમ્હારાવે કીધું કે અટલજી કે બિના કાશ્મીર કે વિષયમે ''કૌન અચ્છા બોલ સકતા છે ?'', ''કૌન અચ્છી તરહ વિષય રખ શકતા હે'', અને અટલજી યુનોમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ કરનાર ''ભારતીય નેતા'' બન્યા.

અટલજી ''શાંતિ'' અને ''ક્રાંતિ'' એમ બન્નેમાં બેલેન્સ રાખી શકતા હતાં. નિખાલસ હતાં. સત્ય, પ્રેમ અને સક્રિયતા તેમનામાં હતી. લાહોરની બસ સેવા શરૂ કરી પાડોશી સાથે સંબંધો રાખવાનો પ્રયાસ કર્યો. કારગીલ યુદ્ઘ વખતે તેમણે જડબાતોડ જવાબ આપ્યો, ટાઈગર હીલ છેલ્લી જીતી તે વખતે પરર્વેઝ મુશરફ અમેરિકા જતા રહ્યાં તેમણે બિલ કિલન્ટને ફરિયાદ કરી. ત્યાંથી બિલ કિલન્ટનનો ફોન આવ્યો કે તમે પણ અમેરિકા આવો આપણે પણ વાતો કરીએ. અટલજી કહ્યું કે,''મેં અમેરિકા સે મધ્યસ્થી નહી ંચાહતા હું''. અનેક પ્રતિબંધો હોવાં તેમ છતાં દેશનાં સ્વાભિમાન માટે અડગ રહ્યાં રાજકીય પુરૂષના નિર્ણયને જયોતિ બસુએ પણ અભિનંદન આપીને સ્વીકાર્યો.

પોખરણ વખતે અણુ ધડાકો કર્યા ત્યારે અમેરિકાની કોઈ જાસુસી સંસ્થાને પણ કોઈ જાણકારી મળી શકી ન હતી. તેનો અમેરિકાને હજુ પણ આઘાત રહી ગયો છે. કભી યે અકેલે,  હુએ અ જ ઈતને, નહીં તબ,

ડરે ત ભલા અબ કયા ડરેંગે,

વિરોધો કે સાગરમેં ચટ્ટાન હૈ હમ, જો,

ટકરા યેંગે, મોત અપની મરેંગે,

લિયા હાથ મેં ધ્વજ, કભી નહીં ઝૂકેગાં, કદમ બઢા રહા હૈ, કભી ન રૂકેગાં,

અમેરીકા યા સંસાર ભલે હી હો વિરૂધ્ધ,

કાશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝૂકેગાં,

એક નહીં, દો નહીં કરો બીસો સમજોતે, પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝૂકેગાં.

ગુજરાત સાથેનાં સંભારણાં

ગુજરાત સાથે તો તેમનાં અનેક સંભારણાં છે. તા.૮ જુલાઈ ૧૯૮૪માં સાબરકાંઠાના તલોદ ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની અનાવરણવિધિ હતી. નગરપાલિકા ભાજપની હતી પરંતુ તાલુકા / જિલ્લા પંચાયત અને રાજય સરકાર કોંગ્રેસની હતી પણ વિવાદ હતો કે આ જમીન કોની હદમાં આવે છે? અને એટલા માટે પ્રતિમાને ઘણા સમય સુધી ઢાંકીને રાખવામાં આવેલી. અટલજી એની અનાવરણ વિધિમાં આવ્યા. કોઈ પક્ષા- પક્ષીની વાત નથી, કોઈપણ સંબોધની વાત નહીં. પહેલું જ વાકય વરસતા વરસાદમાં છત્રીથી આચ્છાદિત હજારો લોકોની ઉપસ્થિતિનુંએ દ્રશ્ય અને એ ગુંજ હજુ પણ યાદ છે. ત્યારે તેમને પહેલું જ વાકય કીધું કે, ''ચાહે યે જમીન નગરપાલિકા કી હો યાં જિલ્લા, તાલુકા- પંચાયત યા રાજય સરકાર કી હો લેકિન સપૂત તો હિન્દુસ્તાન કા હૈ'' તેમની એક રાષ્ટ્રીય મહાપુરૂષને જોવાની દ્રષ્ટિ કેવી હતી. તેનું આ ઉદાહરણ છે.

કચ્છ સત્યાગ્રહ

કચ્છમાં જયારે છડા બેટ પાકિસ્તાનને સોંપવાની વાત થઈ ત્યારે વિલસન કરાર મુજબ આંદોલન શરૂ થયું. મધુ લીમયેથી માંડીને જયોર્જ ફર્નાન્ડિઝ, ચિમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, જગન્નાથરાવ જોષી અનેક આગેવાનોની હાજરીમાં સત્યાગ્રહ શરૂ થયો. એ વખતે હેમાબેન આચાર્ય અગિયાર બહેનોને લઈને ગયાં હતા. શ્રી નારસિંહભાઈ પઢીયારના પત્ની જીકુબેન અને એની આઠ મહિનાની દીકરી ગીતાને લઈને ગયાં હતાં ત્યારે અટલજીએ નાનકડી દીકરી એને ઊંચકીને સ્ટેજ ઉપર કહ્યું કે ''યહ ભી સત્યાગ્રહ મે સામિલ હૈ''

અટલ જયારે કાંકરિયા આવેલા રાત્રે બે વાગે સભા અને કાર્યકર્તાઓ કહે કે ''તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ''  તો તેમની સેન્સ ઓફ હ્યુમર કેવી. ''અબ આગે બઢુંગા તો ગીર જાઉંગા''. આ તેમનું ભાષણનું પહેલું વાકય કીધું આ દ્રશ્ય અમને યાદ છે.

મૃત્યુના અંગે એમની એક કવિતા છે. ઈતના હી કાફી હે, અંતિમ દસ્તક પર, ખુદ દરવાજા ખોલેં...

જયારે ભાવુક બનીને આ કડી કીધી ત્યારે નરસિંમ્હા રાવે કીધું કે ''અટલજી મૃત્યુ કી બાત ન કરે, દેશ કો આપકી બહુત જરૂરત હૈ. અટલજીનાં જીવન- કર્મ અને કવિતા- મર્મ ઐતિહાસિક સ્મરણીય રહેશે.'' (લેખક- ગુજરાત ભાજપ મુખ્ય પ્રદેશ પ્રવકત અને પૂર્વ ધારાસભ્ય)

ભરત પંડયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા અને પૂર્વ ધારાસભ્ય,

મો.૯૯૦૯૯ ૯૪૪૪૫, મો.૯૮૨૫૦ ૧૦૩૨૯

(2:59 pm IST)