Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ઠેબચડામાં મંગળસિંહ ઝાલાના મકાનમાં તીન પત્તીનો જુગાર રમતા ૧૧ શખ્સો પકડાયા

આજી ડેમ પોલીસનો દરોડો : પ૭ હજારની મતા કબ્જેઃ તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ : પી.એસ.આઇ. એમ.ડી.વાળા અને એ.એસ.આઇ. આર. જે. જાડેજાની બાતમી

રાજકોટ, તા. રપ :  ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામમાં એક મકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી ૧૧ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ઠેબચડા ગામમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પી.એસ.આઇ. એમ.ડી. વાળા અને એ.એસ.આઇ.આર. જે. જાડેજાને બાતમી મળતા પી.આઇ. વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એમ.ડી. વાળા, એ.એસ.આઇ. આર. જે. જાડેજા, કોન્સ. કાનજીભાઇ જારીયા, યોગેન્દ્રસિંહ ઝાલા તથા જયપાલભાઇ બરાળીયા સહિતે ઠેબચડા ગામમાં રહેતા મંગળસિંહ માનભા ઝાલા (ઉ.વ.૬૮) ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક મંગળસિંહ તથા ગંજીવાડા શેરી નં. ૧પ નો મહેશ ભગવાનજીભાઇ મજેઠીયા, ગંજીવાડા શેરી નં. ૩૬ના ક્રેશ, કુરજીભાઇ કાગળીયા, જામનગરના લાલપુરના દીનેશ જલાભાઇ મકવાણા, બાબરીયા કોલોની ત્રણ માળીયા કવાર્ટરના કીરીટ હરીભાઇ સરવૈયા, ટંકારાના સરદારનગરના રમણીક હરજીવનભાઇ રામાનુજ, રણુંજા પાસે શ્યામ પાર્કના અશોક નાથાભાઇ ઉનડકટ, લાલપુરના હીતેશ વિનુભાઇ પરમાર, ૧પ૦ ફૂટ રોડ જય ખોડીયાર સોસાયટીના નરેન્દ્રસિંહ ખોડાજી ગોહેલ અને મવડી બાયપાસ બજરંગ સોસાટીના જયેશ બાબુભાઇ ખત્રીને જુગાર-રમતા પકડી લઇ રૂ. પ૭,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

(3:00 pm IST)