Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કરોડોના ખોટા બીલો બનાવી ૧પ કરોડની કરચોરીના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. રપઃ રાજકોટ જીલ્લાનાં સહાયક રાજય વેરા કમિશ્રશ્રી દ્વારા પ્રવિણભાઇ ભગવાનજીભાઇ તન્ના રહે. જુનાગઢવાળાની સામે એસ.જી.એસ.ટી. કેસથી ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદનાં કામે પ્રવિણભાઇને અટક કરી કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતા. જે ગુનામાં હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામે જી.એસ.ટી.ના અધીકારીઓએ બોગસ ઉપજાવી કાઢેલ કુલ આઠેક કંપનીઓની તપાસણી કરતા અને અલગ અલગ સાહેદોના નીવેદનો નોંધતા એવું જણાય આવેલ કે આરોપી પ્રવિણ ભગવાનજીભાઇ તન્ના તથા તેમના જમાઇ સંજય મશરૂએ મળીને કુલ રૂ.૩૦૪.૧૭ કરોડના બીલ વગરના માલ વેચાણના વ્યવહારો કરી અને ખોટી વેરા શાખા દ્વારા વેરો ભરપાઇ કમર્યાનું દર્શાવી રૂ. ૧પ.ર૦ કરોડના વેરાની ચોરી કરેલ છે તે અંગેની ફરીયાદ આરોપી પ્રવિણભાઇ ભગવાનજીભાઇ તન્ના વિરૂધ્ધ સહાયક રાજય વેરા કમિશ્નરશ્રી (૧) અન્વેષણ વિભાગ-૧૧ રાજકોટના કે. એસ. ગોહીલે તા. ર૩/૦૯/ર૦ના રોજ ફરીયાદ નોંધી આરોપી પ્રવિણભાઇ ભગવાનજીભાઇ તન્નાને અટક કરી ફરીયાદ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતા.

ત્યારબાદ તેમનાં રીમાન્ડ માંગવામાં આવેલ હતા અને હાલનાં આરોપીએ ચાર્જશીટ પહેલા જામીન અરજી કરતા જે જામીન અરજી રદ થયેલ હતી અને ત્યારબાદ તેમની સામેનું ચાર્જશીટ રજુ થઇ જતા ચાર્જશીટ બાદની પણ જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં નામંજુર થયેલ હતી અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર છુટવા માટે જામીન અરજી કરતા ગુજરાત હાઇકોર્ટે રૂ. ૧૦,૦૦૦/- નાં અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત આરોપી પ્રવિણભાઇ ભગવાનજીભાઇ તન્ના તરફે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં યોગેશભાઇ લાખાણી તથા ખીલન ચાંદ્રાણી અને રાજકોટમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, તારક સાવંત, કિશન ટીલવા, ગૌરાંગ ગોરાણી, ચેતન પુરોહીત, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, નીલ શુકલ, નૈમીશ જોશી, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી રોકાયા હતા.

(3:01 pm IST)