Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભવનાથ સોસાયટી ભાડાના મકાનમાંથી દારૂની ૫૧ બોટલ સાથે રાજુ પકડાયો

રાજકોટ,તા. ૨૫: દોઢ સો ફુટ રોડ પર ભવનાથ સોસાયટીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભાડા મકાનમાંથી દારૂની ૫૧ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ પર ભવનાથ સોસાયટીમાં એક શખ્સ મકાનમાં દારૂનું વેચાણ કરતો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, કિશનભાઇ પાંભર તથા હરસુખભાઇ સબાડને બાતમી મળતા તાલુકા પોલીસ મથકના પીઆઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, હર્ષરાજસિંહ જાડેજા, તથા કિશનભાઇ પાંભર સહિતે દોઢ સો ફુટ રીંગ રોડ પર ભવનાથ સોસાયટી શેરી નં.૨ બ્લોક નં. ૯૬ અમૃત ટપુભાઇ વાણંદના મકાનમાં દરોડો પાડી રૂ. ૨૫,૫૦૦ની કિંમતની દારૂની ૫૧ બોટલ સાથે મકાનમાં ભાડે રહેતા રાજુ રમેશભાઇ દેવમુરારી (ઉવ.૩૮)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)