Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

શીતલ પાર્ક-બાલાજી પાર્કમાં પેવર કામ

વોર્ડ નં. ૩ માં આવેલ શીતલ પાર્ક, બાલાજી પાર્ક-૧, નીલકંઠ પાર્ક રેલનગર સહિતના વિસ્તારોમાં પેવર રોડ કામનો પ્રારંભ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડના વરદ હસ્તે તેમજ મનીષ રાડીયાની ઉપસ્થિતીમાં પેવર રોડ કામનું ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે હેમભાઇ પરમાર, હીતેશ રાવલ, અશોક દવે, બાબુભાઇ પરેશા, વિલાસબા સોઢા, દિગ્વીજયસિંહ જેઠવા, મયુરભાઇ, અમીતભાઇ, ભાવેશભાઇ, દિનેશભાઇ, કાર્તીકભાઇ, સિધ્ધરાજભાઇ, હીતેશભાઇ, અનીલભાઇ, જગદીશભાઇ, દિલીપકુમાર, દિપ્તીબેન પાંડે સહિતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:48 pm IST)