Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

શહેરના ૧૪ હેડકોન્સ્ટેબલને આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરના પ્રમોશન આપતાં પોલીસ કમિશનર

ડીસીબીના પ્રતાપસિંહ ઝાલા, તાલુકાના વિજયગીરી, મહિલા પોલીસના હિતનેન્દ્રભાઇ જામંગ, યુનિવર્સિટીના અજયસિંહ ચુડાસમા, પ્ર.નગરના ચંદ્રસિંહ, કુવાડવાના જયંતિભાઇ, થોરાળાના જયંતિભાઇ ગોહેલ સહિતનો સમાવેશ

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસમાં ફરજ બજાવતાં ૧૪ હેડકોન્સ્ટેબલને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે એએસઆઇ તરીકે પ્રમોશન આપ્યું છે.

જેને આસી. સબ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે તેમાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. વિજયગીરી ચંદ્રગીરી ગોસ્વામી, કુવાડવા રોડના હેડકોન્સ. જયંતિભાઇ એસ. ગોહિલ, મહિલા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હિતેન્દ્રભાઇ એન. જામંગ, પ્ર.નગરના ચંદ્રસિંહ જસુભા ઝાલા, ડીસીબીના પ્રતાપસિંહ દૈવતસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ પી. ઝાલા, થોરાળાના જયંતિભાઇ એસ. ગોવાણી, હેડકવાર્ટર (બોમ્બ સ્કવોડ)ના સોમદેવસિંહ બી. રાણા, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, ભકિતનગરના વિજેન્દ્રસિંહ જી. જાડેજા, ટ્રાફિકના ધર્મેન્દ્રસિંહ એ. પરમાર, એ-ડિવીઝનના ભીખાભાઇ એ. ફુલતરીયા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજયસિંહ એમ. ચુડાસમા અને અશોકસિંહ પી. ગોહિલનો સમાવેશ થાય છે.

પ્રમોશન મળતાં તમામ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

(11:55 am IST)