Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા નશામુકત અભિયાનનો પ્રારંભ

પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા સહિતના અધિકારીઓ દ્વારા સંકલ્પપત્ર- સહિ ઝુંબેશ

રાજકોટ : રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા રાજકોટ સ્થિત નશામુકત ભારત અભિયાન  સમિતિ દ્વારા કરાઇ રહેલી ૨૬ જુનના આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદે વ્યાપાર વિરોધી દિનની ઉજવણી અન્વયે સંકલ્પપત્ર કમ સહી ઝુંબેશ અભિયાનનો  રાજકોટની કલેકટર કચેરી ખાતેથી સંકલ્પપત્ર પર સહિ દ્વારા પ્રારંભ કરાયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ૧૫મી ઓગષ્ટથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, દિલ્હી દ્વારા ભારતના કુલ ૨૭૨ જિલ્લાઓમાં નશામુકત ભારત અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયના રાજકોટ સહિત કુલ  ૮ જિલ્લાઓનો સમાવેશ કરાયેલ છે. પોલીસ અધિક્ષક કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો. 

 આ  પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેકટરપરીમલ પંડયા, ડી.આર.ડી.એ. નિયામક  જે.કે પટેલ, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી સિધ્ધાર્થ ગઢવી, ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, બાળ સુરક્ષા ધટકના મીત્સુબેન વ્યાસ સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)