Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

બાપુનગરમાં દુકાનદાર સાથે ડખ્ખો કરીને નીકળેલા જાવીદ માડકીયા તલવાર સાથે પકડાયો

ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ર૬ : બાપુનગરમાં દુકાનદાર સાથે ડખ્ખો કરીને નીકળેલા જંગલેશ્વરના શખ્સને ભકિતનગર પોલીસે તલવાર સાથે પકડી લીધો હતો.

 

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં દારૂ-જુગાર અંગેની ડ્રાઇવ અંતર્ગત ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, એ.એસ.આઇ.ફીશઝભાઇ, હેડ કોન્સ રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, દિવ્યરાજસિંહ, મનીષભાઇ, મૈસુરભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ, વાલજીભાઇ, રાજેશભાઇ અને હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં.૭માંથી જાવીદ કાસમભાઇ માડકીયા (ઉ.રપ) (રે. જંગલેશ્વર શેરી નં.૭) ને જાહેરમાં ખુલ્લી તલવાર સાથે પકડી લીધો હતો.બાપુનગરમાં એક દુકાનદાર સાથે ડખ્ખો કરીને નીકળ્યો હતો.

(2:49 pm IST)