Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

શિવસેના દ્વારા નવનિયુકત કલેકટર અને મ્યુ. કમિશ્નરનું સન્માન

રાજકોટ : શહેરના નવનિયુકત જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ અને મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરાનું શિવસેના દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરાયુ હતુ. શહેરના નવા અધિકારીઓને આવકારવાના આ કાર્યક્રમમાં શિવસેનાના જીમ્મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નિલેષ ચૌહાણ, કિશન સિધ્ધપુરા, બીપીન મકવાણા, વિમલ નૈયા, અભિષેક કણસાગરા, સન્ની કોટેચા, હર્ષ રાણપરા વગેરે સાથે રહ્યા હતા.

(2:53 pm IST)