Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સ્માર્ટ રાજકોટીયનો :છેલ્લા ૩ માસમાં ૧ લાખ કરદાતાઓએ ઓનલાઇન મિલ્કત વેરો ભર્યો

રાજકોટ, તા. ર૬ : રાજકોટ મહા નગરપાલિકા દ્વારા નાગરિકોને વેરો ભરપાઈ કરવા માટે રૂબરૂ તેમજ ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ પોતાનો પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા એક લાખથી વધુ નાગરિકોએ રૂ. ૪૫.૮૧ કરોડથી વધુ વેરો ભરપાઈ કર્યો છે.

કોરોનાકાળમાં લોકો મનપાની ઓફીસ રૂબરૂ આવવાને બદલે ઓનલાઈન સુવિધાઓનો લાભ મેળવી રહ્યા છે. વધુને વધુ લોકો ઓનલાઈન સિસ્ટમના ઉપયોગ કરી ઘરે કે ઓફીસ બેઠા બેઠા પણ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોપ્રર્ટી ટેકસ ભરી રહ્યા છે જે પ્રશંસનીય બાબત છે. તા. ૦૧ એપ્રિલ થી ૨૬ સુધીમાં ૧૭૭૩૭૯ નાગરિકોએ કુલ રૂ. ૯૦.૫૨ કરોડથી વધુ રકમ ટેકસ રૂપે ભરપાઈ કરી છે.

(3:33 pm IST)