Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ફોકસ વેગન કારની રીપેરીંગ ખામી અંગે કંપનીએ દરકાર નહિ કરતાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રાજકોટ તા.ર૬ : ફોકસવેગન રાજકોટની સામે બેદરકારી સબબ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ થયેલ છે.

રાજકોટની રહીશ કલ્પેશ ડી.કોટડીયા કે જેઓએ ફોકસ વેગન કંપનીની વેન્ટો હાયલાઇન પ્લસ કાર તા.ર૯-૧૧-ર૦૧૭ના રોજ ખરીદ કરેલ અને સરદરહુ કારમાં દરવાજા તથા બોડીમાં સામાન્ય સ્ક્રેચીઝ - ડેમેજીસ થતા તા.ર૧-૮-ર૦ર૦ના રોજ ફોકસવેગન કંપનીના ગોંડલ ચોકડી પાસે આવેલ શો રૂમ તથા સર્વિસ સ્ટેશને રીપેરીંગ કરવા મુકવામાં આવેલ હતી. ત્યારબાદ ૧પ દિવસથી વધુ સમય વીતી જતાં પણ ક઼પનીના દ્વારાક ોઇ દરકાર કરેલ નહી અને સાથો સાથ કારને ખોટી જગ્યયાએ બેદરકારીથી કંપનીના માણસોએ રાખેલ હોય કાર ઉપર ઝાડ પડતા કાર ટોટલ લોસ થયેલ અને તેની જાણ પણ ગ્રાહકને કરવામાં આવેલ નહી અને જયારે ગ્રાહક દ્વારા ફોન કરી તપાસ કરવામાં આવેલ ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરેલ અને ત્યારબાદ પણ કંપની તરફથી થયેલ બેદરકારીને કારણે કારને મેન્યુફેકચરીંગ સ્થિતિએ લાવવા તેમજ નુકસાન આપવામાં ગલ્લા તલ્લા અને દરકાર ન કરતા નાછુટકે ગ્રાહક શ્રી કલ્પેશ ડી. કોટડીયાએ સદરહુ કંપની તથા તેમના ડાયરેકટરર્સ વિરૂધ્ધ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરેલ છે.

(3:31 pm IST)