Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નવરાત્રીમાં ૧૭પ૯ નવા વાહનો વેચાયાઃ મ.ન.પા.ને ૧૦ દિ'માં અર્ધા કરોડની વેરા આવક

એપ્રિલથી અત્યાર સુધીમાં ૧૧,૩૯૧ વાહનો વેચાયા અને ૪.૪૬ કરોડની વેરા આવક થઇ

રાજકોટ તા. ર૬: દર વર્ષે નવરાત્રી દરમિયાન નવા વાહનોનું વેચાણ સામાન્ય દિવસોથી વધુ હોય છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ૧૭પ૯ વાહનો વેંચાયા છે. જેનાં વાહન વેરાની આવક મ.ન.પા.ને પ૩.પ૮ લાખ જેટલી થઇ છે.

આ અંગે મ.ન.પા.નાં વાહનવેરા વિભાગે સતાવાર જાહેર કર્યા મુજબ પ્રથમ નોરતાથી દસેરા સુધીમાં ૧૪૩૬ ટુ વ્હીલર, ૧૮ સી.એન.જી. ત્થા ડીઝલ રિક્ષા અને ર૬૮ મોટર કાર તેમજ ૩૭ અન્ય ૪ વ્હીલર વાહનો સહીત કુલ ૧૭પ૯ વાહનો વેચાયા છે. જેનાં વાહન વેરાની આવક પ૩,પ૮,૩૩૯ લાખ રૂપિયાની આવક થઇ છે.

જયારે એપ્રિલ ર૦ર૦ થી અત્યાર સુધીમાં કુલ ૧૧,૩૯૧ વાહનો વેંચાયા છે જેનાં વેરાની આવક ૪,૪૬,ર૯,રરપ જેટલી થઇ છે.

(3:34 pm IST)