Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વોર્ડ વાઇઝ પ્રશિક્ષણ વર્ગની તૈયારી અર્થે ભાજપ કાર્યાલયે બેઠક

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ ભાજપની યોજનાનુસાર પ્રદેશ કક્ષાએ અને મહાનગર કક્ષાએ પ્રશિક્ષણ વર્ગ યોજાયા બાદ હવે વોર્ડ વાઇઝ બે દિવસ અને એક રાત્રીના પ્રશિક્ષણ વર્ગનું આગામી માસમાં આયોજન કરાશે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ પ્રદિપભાઇ ખીમાણી સાથે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓની એક બેઠક ભાજપ કાર્યાલયે યોજાઇ હતી. જેમાં સાંધીક ગીત કાથડભાઇ ડાંગરે રજુ કરેલ. બેઠક વ્યવસ્થા અનિલભાઇ પારેખ અને હરેશભાઇ જોષીએ સંભાળી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વિસ્તૃત માહીતી રજુ કરતા જણાવેલ કે શહેરના તમામ બુથમાં એકીસાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરશે અને ઘેર–ઘેર જઈને રસીથી વંચિત લોકોને રસી લેવા માટે અપિલ કરશે. તેમજ ડીસેમ્બર માસમાં ભાજપના સ્થાપક પ્રમુખ અટલબીહારી બાજપાઈજીના જન્મ દિવસને સુશાસન દિવસ ઉજવણી નિમિતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમો અંતર્ગત શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યક્રમો માટે જવાબદારીઓ સોંપવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન પ્રશિક્ષણ વર્ગ ઈન્ચાર્જ અને ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યુ હતું કે આગામી માસમાં સૌરાષ્ટ્રભરમાં મંડલ કક્ષાના પ્રશિક્ષણ વર્ગમાં  વિવિધ વિષયો જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા– આપણી વિચારધારા, વ્યકિતત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પરિવાર, બદલાયેલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, રાજય સરકારની ઉપલબ્ધીઓ વગેરે વિષયો ઉપર કાર્યકર્તાઓને પ્રશિક્ષીત કરાશે.

(2:44 pm IST)