Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

‘કેમ મારી કાર ઉભી રખાવી' કહી જયદીપ ભટ્ટી પર ચાર શખ્‍સોનો પાઇપથી હુમલો

રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં બનાવઃ યુવાન સારવારમાં

રાજકોટ તા.ર૬ : શહેરના રામનાથપરા ગરૂડ ગરબી ચોક પાસે ‘કેમ મારી કાર ઉભી રખાવી' કહી યુવાનને ચાર શખ્‍સોએ પાઇપ વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા મેઇન રોડ પર શેરી નં. ૮માં રહેતા જયદીપ ઉમેદભાઇ ભટ્ટી (ઉ.ર૭) એ એ ડીવીઝન પોલીસ મથકમાં ચાર અજાણ્‍યા શખ્‍સો સામે ફરીયાદ નોંધાવી છે. જયદીપે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ગરૂડ ગરબી ચોકમાં પોતાના મીત્ર મલીક સોહાનીની રાહ જોતો હતો ત્‍યારે તેના જેવી જ એક આઇ.-ર૦ કાર નીકળતા પોતાને થયું કે  મારો મીત્ર મલીક સોહાની પોતાની કાર લઇને નીકળ્‍યો છે તેથી પોતે રાડપાડીને કાર ઉભી રખાવી હતી પરંતુ તે કારમાં કોઇ અન્‍ય વ્‍યકિત હોઇ જેથી આ કાર ચાલક નીચે ઉતરીને કહેલ કે કેમ મારી કાર ઉભી રખાવી' તેમ કહીને ગાળો આપી કાર લઇને જતો રહ્યો હતો. થોડીવાર બાદ મારી પાસે ગરૂડ ગરબી ચોકમાં ત્રણ અલગ-અલગ બાઇક પર ચાર શખ્‍સો આવ્‍યા હતા. અને ચારેયના હાથમાં રહેલા ધોકા અને પાઇપથી પોતાને મારમાર્યો હતો દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્‍સો ભાગી ગયા હતા બાદ પોતાને જમણા હાથ અને પગમાં તથા શરીરે ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે એડીવીઝન પોલીસ મથકના એ. એસ. આઇ.કે.કે.માઢક તથા રાઇટર રાજુભાઇએ જયદીપની ફરીયાદ પરથી ચાર શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી પોલીસે ચાર શખ્‍સોને સકંજામાં લઇ પી. એસ. આઇ. કે.કે.પરમારે તપાસ હાથધરી છે.f

(3:45 pm IST)