Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કાલે ૧૯૭૦ થી ૧૯૯૦ના દાયકાના સુપ્રસિધ્‍ધ લોકપ્રિય ફિલ્‍મી ગીતોનો ગુલદસ્‍તો

તરાના મ્‍યુઝીક ગ્રુપ દ્વારા ઇવનિંગ પોસ્‍ટ ખાતે કાર્યક્રમ : ગાયકો ડો. ભાવેશ જોશી, પારૂલબેન જોશી, વંદનાબેન વ્‍યાસ, અશોકભાઇ ચંદ્રાવડીયા, ધર્મેશ કુંડલીયા, નિરત ઉનડકટ

રાજકોટઃ તરાના મ્‍યુઝીક ગ્રુપ આયોજીત ઇવનીંગ પોસ્‍ટ ખાતે કાલે તા.૨૭ના રવિવારે વરિષ્‍ઠ નાગરીકો અને રાજકોટના ફિલ્‍મી સંગીત પ્રેમીઓ માટે સંગીત સંધ્‍યાનું આયોજન થયેલ છે.

સંગીત વિશારદ ડો. ભાવેશભાઇ જોશી સ્‍થાપિત તરાના મ્‍યુઝીક ગ્રુપ દ્વારા યોજાયેલ આ કરાઓકે આધારીત સંગીત સંધ્‍યામાં નામાંકિત ગાયકો શ્રીમતી પારૂલબેન જોશી (સંગીત અલંકાર) શ્રીમતી દિવ્‍યાબેન બુધ્‍ધદેવ,શ્રીમતી વંદનાબેન વ્‍યાસ, તેમજ શ્રી અશોકભાઇ ચંદ્રાવડીયા, શ્રી ધર્મેશભાઇ કુંડલીયા અને શ્રી નિરતભાઇ ઉનડકટ દ્વારા ૧૯૭૦ થી ૧૯૯૦ દરમ્‍યાન પ્રસિધ્‍ધ અને લોકપ્રિય બિંદી ફિલ્‍મ ગીતોનો ગુલદસ્‍તો રજુ થનાર છે.

આ કાર્યક્રમનું સંચાલન આંખના સર્જન ડો. મનીષાબેન દેવાણી સંભાળશે. તમામ સાઉન્‍ડ (શ્રી હાતીમઅલી સ્‍ટેજ સંચાલન શ્રી રણજીતભાઇ પઢીયાર, શ્રી રસિકભાઇ વડગામાં તેમજ આ કાર્યક્રમનુ સંયોજન અને પરિકલ્‍પના શ્રીમતી દિવ્‍યાબેન બુધ્‍ધદેવ  તથા શ્રી નિરતભાઇ ઉનડકટના છે.

(3:22 pm IST)