Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

'લાઈફ'ને આંતરરાષ્ટ્રીય એવોર્ડ

નેધરલેન્ડની ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન દ્વારા

રાજકોટઃ સ્વૈચ્છિક રકતદાન અને બ્લડ- બેન્કિંગ ક્ષેત્રે ૪૦માં વર્ષમાં પ્રવેશ અવસરે જ લાઈફ બ્લડ સેન્ટરને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. નેધરલેન્ડ્સના એમ્સટરડેમ સ્થિત 'ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સ્ફયુઝન' તરફથી લાઈફ બ્લડ સેન્ટરને ''એવોર્ડ ફોર ડેવલપીંગ કન્ટ્રીઝ ૨૦૨૦'' એનાયત કરવામાં આવ્યો છે.

એવોર્ડ વિશેની જાણકારી આપતાં પ્રોજેકટ 'લાઈફ'નાં જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહે જણાવ્યું હતું કે, દુનિયાના કોઈપણ વિકાસશીલ દેશમાં બ્લડ ટ્રાન્સ્ફયુઝન પ્રવૃતિને સુદ્રઢ બનાવવામાં નોંધપાત્ર પ્રદાન કરનાર બ્લડ સેન્ટરને આ એવોર્ડ આપવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં સ્વૈચ્છિક રકતદાન અને સુરક્ષિત બ્લડ ટ્રાન્સફયુઝન ક્ષેત્રે જે પડકારો છે તેની આ ક્ષેત્રે કાર્યરત જગતભરના લોકોને જાણકારી મળતી રહે એન  ત્રીજા વિશ્વમાં જરૂરતમંદ લોકોને વધુ ને વધુ સુરક્ષિત બ્લડ મળી રહે એવા માનાંકો સ્થાપિત થાય એવો આઈ.એસ.બી.ટી.નો આ એવોર્ડ આપવા પાછળનો હેતુ હોવાનો શ્રી ઝેનબ કપાસી (જન સંપર્ક આધિકારી મો.૯૯૭૯૨ ૦૦૮૯૬)ની યાદીમાં જણાવાયું છે.

(2:36 pm IST)