Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

હરીયાણાની કંપની વિરૂધ્ધ મિલ્કત જપ્તીના વોરંટ અંગે કોર્ટ કાર્યવાહી

રાજકોટ, તા. ર૬ : હરીયાણાની કંપની વિરૂધ્ધ તેમની સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્તી વોરંટ ઇસ્યુ કરવા અંગેની કોર્ટ કાર્યવાહી કરેલ છે.

આ કેસની વીગત એવી છે કે, વાદી રાજકોટની નામાંકીત પ્રાઈવેટ લીમીટેડ કંપની,  કાસ્ટીંગ પ્રોડકટસનું મેન્યુકેકચરીંગ કરે છે અને પ્રતિવાદી મેક્ષફલો પમ્પસ ઈન્ડિયા  પ્રાઈવેટ લીમીટેડ આશરે છેલ્લા દ્યણા વર્ષથી વાદી કંપનીની મેન્યુકેકચરીંંગની  પ્રોડકટસનો માલ ખરીદ કરતા હતા અને વાદી કંપની પાસેથી તેમની જરૂરીયાત  મુજબનો માલ ઉધારમાં ખરીદ કરતા અને તેઓની અનુકુળતા મુજબ વાદી કંપનીનાં  બાકી લેણા પૈકીનું પેમેન્ટ ચેક / કંડ ટ્રાન્સફર વિગેરૈ રીતે પેમેન્ટ કરતા હતા. આમ છેલ્લે  વાદી કંપની પાસેથી જે માલ ખરીદ કરેલ તેમાં વર્ષ ૨૦૧૫-૧૯ના ફાયનાન્સીયલ  વર્ષમાં ૪૭,૨૬,૯૮૫/- ની રકમનું ટ્રાન્જેકશન થયેલ તે પૈકી વાદી કંપનીના પ્રતિવાદી  કંપની પાસેથી કાયદેસરના બાકી લેણાં રૂ.૨,૨્રુદ્બ,ૅં૫૯.૪૨/- બાકી નીકળતા હતા.  પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રતિવાદી કંપની વાદીની કાયદેસરની લેણી રકમ ચુકવતી ન  હોય, જેથી વાદી કંપની તેઓના એડવોકેટશ્રી શકિત કે. ગોહેલ દ્વારા રાજકોટની એડી.  સ્મોલકોઝ કોર્ટ સમક્ષ, સી.પી.સી. મુજબ કું. વિરૂધ્ધ કેસ દાખલ કરેલ હતો. જે કેસમાં  પ્રતિવાદી કંપની તરફે દિલ્હીના સીનીયર એડવોટકેટશ્રી એપીઅર થયેલ હોય અને તેઓએ  પ્રતિવાદી કંપનીનો બચાવ પણ રજુ કરેલ હતો. તેમાં તેઓ કારગત નીવડેલ ન હતા, અને   કોર્ટે શકિત ગોહેલ, એડવોકેટની દલીલો તેમજ હાઈકોર્ટસ-સુપ્રીમ કોર્ટના  જજમેન્ટસ માન્ય રાખેલ. જેથી  એડી. સ્મોલકોઝ કોર્ટ, રાજકોટ એ વાદી  કંપનીની કાયદેસરની લેણી નીકળતી રકમ પ્રતિવાદીઓ સંયુકત રીતે વાર્ષીક ૭ ટકા ના  ચડત વ્યાજ સાથે વાદી કંપનીને ચુકવી આપે તેવો ચુકાદો આપેલ. પરંતુ તે જજમેન્ટનું  મેક્ષફલો પમ્પસ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ' કંપનીએ પાલન કરેલ ન હોય જેથી  રાજકોટની અગ્રગણ્ય કંપનીએ એડવોકેટશ્રી શકિત કે. ગોહેલ મારફત હરીયાણાની  કંપની વિરૂધ્ધ તેમની સ્થાવર તથા જંગમ મિલ્કતની જપ્તી વોરંટ ઈસ્યુ કરવા અંગેની  કોર્ટ કાર્યવાહી કરેલ છે.

(2:39 pm IST)