Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

૯૦૦ બોટલ દારૂ સાથે ઝડપાયેલ બોલેરો ગાડી માલીકને પરત કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ, તા.૨૬: બહુચર્ચીત દારૂ પ્રકરણમાં આજી ડેમ પોલીસને ખાનગી બાતમીના  આધારે જુના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ડીલક્ષ પાન સામે પાર્ક કરવામાં આવેલ સફેદ કલરની કારમાંથી ૯૦૦ વિદેશી દારૂની બોટલ મળી આવેલ તે વાહનને છોડવા ગુજરાત હાઇકોર્ટએ હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ હકીકત મળેલ કે જુના માર્કેટીંગ યાર્ડના નાલા તરફથી પ્રધમન પાર્ક તરફ જતા રોડ ઉપર ડીલક્ષ પાન સામે એક સફેદ કલરની બોલેરો પીકઅપ જેના આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ નથી જે બોલેરો પીકઅપ દારૂ ભરેલી પાર્ક થયેલ છે તેવી હકીકત મળતા તા.૯-૧૦-૨૦૧૯ના રાત્રીના કલાક ૧૨:૧૫ વાગ્યે બોલાવી પંચોને હકીકતની સમજ કરી પ્રોહીબીશનને લગતુ કાંઇ સાહીત્ય ન હોવાની ખાત્રી કરી હકીકતવાળી સફેદ બોલેરોની જડતી તપાસ કરતા એક સફેદ કલરની બોલેરો પીકઅપ જેના આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ નથી તેના પાછળના ભાગે પુઠાના બોકસમાં ઇગ્લીશ દારૂની પેટીઓ જોવામાં આવતા તે જોતા  કુલ બોટલો ૯૦૦ કિંમત રૂ.૩,૫૭,૬૦૦/તેમજ બોલેરો પીકઅપની કેબીનમાં જડતી તપાસ કરતા કોઇ ચીજ વસ્તુ મળી આવેલ નથી તેમજ સફેદ કલરની બોલેરો જેની કીંમત રૂ.૬,૦૦,૦૦૦/ની મળી કુલ મુદામાલ રૂ.૯,૫૭,૬૦૦/નો સાથેના પોલીસ અધિકારીઓએ કબ્જે કરી પંચનામુ કરી કબ્જે કરી પ્રોહીબીશન એકટની કલમ ૬૫-ઇ, ૧૧૬-બી, ૯૮(૨) મુજબ ફરીયાદ કરવામાં આવેલ હતી.

આ કામમાં પોલીસ દ્વારા કબ્જે લેવાયેલ બોલેરો પીકઅપ પરત મેળવવા વાહન માલિક શૈલેષભાઇ કેશુભાઇ સાકરીયાએ ગુજરાત હાઇકોર્ટમાં તેમના એડવોકેટ મારફત અરજી કરેલ કે તપાસના કામે કબ્જે લેવાયેલ વાહન લાંબો સમય પોલીસ સ્ટેશનમાં રાખી મુકવાથી વાહનને ફીઝીકલ  ડેમેજ થાય તેમ છે અને માલીક માટે બિન ઉપયોગી થાય તેમ છે. તમામ પક્ષકારો તથા કેસ કાગળોને ધ્યાને લઇ ગુજરા

નત હાઇકોર્ટ એવા નિર્ષ્કષ પર આવેલ કે માલીકને તેનુ વાહન શરતોને આધીન પરત સોંપવું. તેવો હુકમ કર્યો હતો.

આ કામમાં શૈલેષભાઇ કેશુભાઇ સાકરીયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કૃષ્ણ પટેલ, સંજય ચોથાણી, અશોક સાસકીયા, બ્રિજેશ ચૌહાણ, વિપુલ રામાણી તથા ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા

(2:39 pm IST)